Loading Please Wait !!!
રાજકોટમાં 19 વર્ષ જૂના હત્યા કેસનો આરોપી ઝડપાયો

સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના ભક્તિનગર વિસ્તારમાં વર્ષ 2007 માં પ્રેમ સંબંધ મામલે એક યુવકનું અપહરણ કરી, હત્યા કર્યા બાદ લાશને વોકળામાં ફેંકી દેવાના ચકચારી કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નવી મુંબઈ ખાતેથી ઝડપી લીધો છે.2007 માં મંજુલાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતા ભાવેશ રાજપૂત નામના યુવાને દારૂ પીને ઝઘડો કર્યો હતો. તે સમયે કિશન ચૌધરી સહિત 3 શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ વોકળામાં ફેંકી દીધી હતી. હત્યાને અંજામ આપીને ત્રણેય શખ્સો નેપાળ ભાગી ગયા હતા. આ કેસમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. આર. ગોંડલિયા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. 
આખરે નવી મુંબઈના પનવેલ ખાતેથી કિશન ખોજીરામ ચૌધરી (ઉ.વ. 43) ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, વેશપલટો કરીને અને લોકલ પોલીસની મદદથી આરોપીને ઝડપી લેવાયો હતો. આ કેસમાં અગાઉ મંજુલાબેનની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે.

લાયસન્સ વગર એકટીવા લઈ નીકળેલી બે સગી બહેનોની અકસ્માતમાં જિંદગી બુઝાઈ 

લાયસન્સ ન હોવા છતાં કેટલાક તરુણો અને તરુણીઓ વાહન લઈને નીકળતા હોય છે,જેમના માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગત તા ૧૨ ના રોજ જામનગર રોડ પર બનેલી હિટ એન્ડલ રનની ઘટનામાં નાના મવા ભીમનગરની ૧૫ અને ૧૦ વર્ષની બે બહેનો ટુવ્હીિલર ખાનગી બસની ઠોકરે ચડી ગયું હતું. જેમાં ૧૫ વર્ષની બહેનનું ગઇકાલે મૃત્યેુ થયા બાદ આજે ૧૦ વર્ષની બહેને પણ  દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાાપી ગઇ છે.
જાણવા મળ્યાા મુજબ નાના મવા ભીમનગરમાં રહેતાં નીશાબેન દિનેશભાઇ વાઘેલા નામના મહિલાના પતિ દિનેશભાઇ હયાત ન હોઇ પોતે પારકા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે નીશાબેનને સંતાનમાં ત્રણ દિકરીઓ દર્શના (ઉ.વ.૧૮), તન્વીક (ઉ.વ.૧૫) અને કાવ્યાજ (ઉ.વ.૧૦) છે. નાની દિકરીઓએ ગત રાતે બહાર હોટલમાં જમવા જવાની ઇચ્છાી વ્ય ક્ત. કરતાં નીશાબેને હા પાડી હતી. બધાએ જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ પાસે જમવા જવાનું નક્કી કર્યુ હતું. આ દરમિયાન નીશાબેન અને મોટી દિકરી દર્શના રિક્ષામાં બેઠા હતાં. જ્યાઇરે નાની દિકરી તન્વી એ પોતે અને તેનાથી નાની કાવ્યાટ ટુવ્હીિલર પર આવશે તેવું કહ્યું હતું.
આ રીતે બધા ભીમનગરથી જામનગર રોડ જલારામ હોટલ નજીક પહોંચ્યાય હતાં. પણ તન્વી  અને કાવ્યા જે ટુવ્હીટલર પર હતાં તેને એક ખાનગી બસના ચાલકે ઠોકરે લઇ લેતાં બંને બહેનો વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. માતા-મોટી બહેન સહિતના લોકો રિક્ષામાં હોઇ તેઓ દોડી આવ્યાગ હતાં. તન્વીન અને કાવ્યા  બંનેને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિતટલમાં ખસેડાતાં ઇમર્જન્સીવ વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે મોટી દિકરી તન્વી દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૧૫)નું મોત થતાં પરિવારમાં કલ્પાં ત સર્જાયો હતો. સારવારમાં રહેલી નાની બહેન કાવ્યા  (ઉ.વ.૧૦)નું પણ આજે મૃત્યુર થતાં પરિવાર પર વજ્રઘાત થયો છે.
મૃત્યુ પામનાર તન્વીએ આ વર્ષે જ ધોરણ-૧૦ની પરિક્ષા આપી હતી. જો કે તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેને નાપાસ જાહેર કરવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલી કાવ્યા. ધોરણ-૭માં અભ્યાસ કરતી હતી. વાઘેલા પરિવારે બે દિવસમાં બે દિકરી ગુમાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.