સાડી પસંદ ન આવી તો દુલ્હને લગ્ન તોડી નાખ્યા
=> વરરાજા પક્ષ તરફથી આવેલી સાડી ન ગમી બંને પરિવારો વચ્ચે મારામારી
=> દુલ્હને સાડીને પોતાના માટે અયોગ્ય ગણાવી લગ્નની વિધિઓ કરવાનો ઇનકાર કરી દીધો
સિટી ન્યૂઝ@યુપી : યુપીના બલિયામાં વરરાજા પક્ષ તરફથી આવેલી સાડી પસંદ ન આવતા દુલ્હને લગ્ન તોડી નાખ્યા. બંને પરિવારો વચ્ચે મારામારી પણ થઈ.બલિયાના ગાયઘાટ ગામમાં સ્થિત પંચરુખી દેવી મંદિરમાં 11 મેના રોજ નિક્કી અને વિશાળ ગોંડના લગ્ન થઈ રહ્યા હતા.જાન પહોંચી, લગ્નની વિધિઓ શરૂ થઈ. આ દરમિયાન દુલ્હને વરરાજા પક્ષ તરફથી મોકલવામાં આવેલી સાડી જોઈ.દુલ્હને સાડીને પોતાના માટે અયોગ્ય (અનસૂટેબલ) ગણાવી અને લગ્નની વિધિઓ આગળ વધારવાનો ઇનકાર કરી દીધો. વિવાદ એટલો વધ્યો કે બંને પરિવારો વચ્ચે મારામારી થઈ. આમાં દુલ્હનનો ભાઈ, તેની માતા અને એક મહિલા ઘાયલ થયા. હંગામા બાદ લગ્ન અટકી ગયા અને જાન દુલ્હન વગર પાછી ફરી.