કેરળમાં વીડી સતીશન નવા CM કેસી વેણુગોપાલનું પત્તુ કટ્ટ
સિટી ન્યૂઝ@કેરળ : કોંગ્રેસ નેતા વીડી સતીશન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસે ગુરુવારે રાજ્યના ચૂંટણી પરિણામો જાહેર થયાના 10 દિવસ પછી તેની જાહેરાત કરી. સતીશન પારાવૂર બેઠક પરથી ધારાસભ્ય છે. કોંગ્રેસ નેતા દીપા દાસમુનશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે 7 મેના રોજ તિરુવનંતપુરમમાં બેઠક યોજી હતી. પાર્ટી અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે કેરળના CM વીડી સતીશન હશે.નામની જાહેરાત થયા બાદ સતીશને કહ્યું- હું આ પદને વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ દૈવી કૃપા માનું છું. હું વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા સહિતના તમામ નેતાઓને મારા વિશ્વાસમાં લઈશ.કેરળના મુખ્યમંત્રી પદ માટે ત્રણ નેતાઓ કેસી વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશનના નામ ચર્ચામાં હતા. અંતે સતીશનના નામ પર મહોર લાગી.
મુખ્યમંત્રી પદની રેસમાં વીડી સતીશન, કેસી વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલાના નામ ચર્ચાઈ રહ્યા હતા. પરિણામ પછી કેરળ કોંગ્રેસ લાંબા સમયથી અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલી રહી. એક જૂથ સતીશનના સમર્થનમાં હતું, જેમને નવી પેઢી અને આક્રમક વિરોધ પક્ષનો ચહેરો માનવામાં આવે છે.બીજું જૂથ વેણુગોપાલ અને ચેન્નીથલાની તરફેણમાં હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મોટાભાગના ધારાસભ્યો વેણુગોપાલના સમર્થનમાં હતા. વેણુગોપાલને કેન્દ્રીય નેતૃત્વના નજીકના નેતા માનવામાં આવે છે, જ્યારે સતીશનનો મજબૂત જનાધાર હતો. વેણુગોપાલને મુખ્યમંત્રી ન બનાવવા માટે પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા.કોંગ્રેસ સમર્થકોએ સતીશનને મુખ્યમંત્રી બનાવવાના સમર્થનમાં વાયનાડમાં પોસ્ટરો લગાવ્યા હતા. તેમાં લખ્યું હતું - રાહુલ અને પ્રિયંકા વાયનાડને ભૂલી જાઓ, અહીં ફરીથી જીતશો નહીં. વાયનાડ આગામી અમેઠી હશે. સમર્થકોએ હાઈકમાન્ડને ચેતવણી આપી છે કે જો કેસી વેણુગોપાલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તો તે યોગ્ય રહેશે નહીં.