Loading Please Wait !!!
મધ્યપ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: 3ના મોત, 12 ગંભીર

સિટી ન્યૂઝ@મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના દેવાસના ટોંક કલાં વિસ્તારમાં ગુરુવારે સવારે 11.30 વાગ્યે એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ધીરજ, સની અને સુમિત નામના 3 મજૂરોના મોત થયા હતા.શરૂઆતમાં 8-10 લોકોના મોત થયા હોવાની માહિતી મળી હતી. આ દુર્ઘટનામાં કુલ 25 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 13 ગંભીર ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતદેહોના ટુકડા 20 થી 25 ફૂટ દૂર સુધી ઉડીને પડ્યા હતા.

આ દુર્ઘટનામાં ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા અને ત્રણ મહિલાઓ હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ફેક્ટરીમાં લગભગ 200 થી વધુ મહિલાઓ કામ કરતી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે.મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ઘટના અંગે X પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, જિલ્લાના પ્રભારી અને નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, ગૃહ સચિવ અને વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.