Loading Please Wait !!!
વિશ્વનું સૌથી મોંઘુ દૂધ છે ઊંદરડીનું 20 લાખ રૂપિયે લીટર વેંચાય

=> 40,000 ઉંદરડી પાસેથી દૂધ મેળવ્યા બાદ માંડ એક લીટર જેટલો જથ્થો ભેગો થાય છે

સિટી ન્યૂઝ@યુપી : સામાન્ય રીતે દૂધની કિંમત લીટરદીઠ ૬૦થી ૧૦૦ રૂપિયાની આસપાસ હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવા દૂધ વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખો રૂપિયામાં હોય?  ઉંદરડીનું દૂધ વિશ્વનું સૌથી મોંઘું દૂધ માનવામાં આવે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે વીસથી ૨૩ લાખ રૂપિયા પ્રતિ લીટર સુધી હોઈ શકે છે. ઉંદરડીનું દૂધ આટલું મોંઘું હોવા પાછળનું એક કારણ એ છે કે એક લિટર દૂધ ભેગું કરવા માટે હજારો ઉંદરડીની જરૂર પડે છે.

સંશોધકોના મતે આશરે ૪૦,૦૦૦ ઉંદરડી પાસેથી દૂધ મેળવ્યા બાદ માંડ એક લીટર જેટલો જથ્થો ભેગો થાય છે. આ પ્રક્રિયા માત્ર મહેનત માગી લે એવી જ નથી, ટેક્નિકલી પણ અત્યંત અઘરી છે. આ દૂધનો ઉપયોગ સામાન્ય ખાવા-પીવામાં નહીં પરંતુ મેડિકલ રિસર્ચમાં કરવામાં આવે છે. ખાસ કરીને દવાઓ અને રસીઓના પરીક્ષણ માટે ઉંદરડીના દૂધની ડિમાન્ડ રહે છે. વૈજ્ઞાનિકોના મતે ઉંદરના દૂધમાં રહેલાં પ્રોટીન અને અન્ય તત્ત્વો માનવ DNA સાથે કેટલુંક સામ્ય ધરાવતાં હોવાથી એ સંશોધનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.