સ્ટેન્ડિંગે દરખાસ્તો પરત મોકલી તો બે નામંજૂર કરી દીધી
શાસકો અને વહીવટી પાંખ વચ્ચે સર્વ સંમતિ નહીં હોવાનું ચિત્ર ઉપર્યું !
25 પૈકી માત્ર 12 દરખાસ્તો મંજૂર કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે એજન્ડા પરની રૂપમાંથી માત્ર ૧૨ દરખાસ્તોને મંજૂરી મળી હતી. ૮ દરખાસ્તો વધુ વિગતો મંગાવી પરત મોકલાઈ હતી, જ્યારે ૨ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી હતી. બાકીની ૩ દરખાસ્તોને મંજૂરી સાથે બહાલી માટે અલગથી રજૂ કરવાની નોંધ કરવામાં આવી હતી. નવી બોડીનું ટર્મ શરૂ થયા બાદ દરખાસ્તોનો અભ્યાસ, પરત, નામંજૂર અને પેન્ડિંગ રાખવાની પ્રક્રિયા વારંવાર જોવા મળી રહી છે. આજે એકસાથે ૮ દરખાસ્તો પરત મોકલાતા શાસક પક્ષ અને વહીવટી પાંખ વચ્ચે તમામ મુદ્દે સંપૂર્ણ સર્વસંમતિ ન હોવાનું ચિત્ર છરી ઉપર્યું છે.
રેસકોર્સ સંકુલના વિવિધ મેદાનો તથા સ્નાનાગારોની હાઉસકીપિંગ કામગીરી માટે ૨ વર્ષનો રૂ.૧.૧૮ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાના જણાવ્યા મુજબ સફાઈ વ્યવસ્થા, પગાર અને કામદારોની સંખ્યા સહિતની વધુ વિગતો મંગાવવામાં આવી છે.
કાલાવડ રોડ અને પેડક રોડના સ્વિમિંગ પુલ પાસેના જીમનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવાની દરખાસ્ત પણ નામંજૂર કરાઈ હતી. અધિકારીઓએ રૂ.૬.૫૦ લાખની આવકનો અંદાજ દર્શાવ્યો હતો. તેના બદલે રૂ.૮ લાખની અપસેટ આવક રાખી ફરી ટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે.
શહેરમાં સ્ટ્રીટલાઈટ સુવિધા માટે કોર્પોરેટર ગ્રાન્ટમાંથી ૫ લાઈટની મર્યાદા દૂર કરવાની દરખાસ્ત પરત મોકલાઈ હતી. વેસ્ટ જોનમાં રૂ.૨.૪૪ કરોડના પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક અને આંગણવાડીના કામોની સ્થળવાર વિગતો પણ મંગાવવામાં આવી છે.
ફર ઘર તિરંગા-૨૦૨૫ અભિયાન હેઠળ રૂ.૬ લાખના ખર્ચે સ્ટીક ખરીદી અંગે વધુ વિગતો મંગાવાય છે. પ્રદ્યુમન પાર્ક જૂના લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા સહિતની સુવિધાઓ માટે રૂ.૭.૭૪ કરોડના રિવાઈઝ્ડ ખર્ચની દરખાસ્ત પણ પરત કરાઈ હતી.
રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ અને રિંગ રોડની બંને બાજુ પાર્ટટાઈમ સફાઈ કામદારો મારફતે રૂ.૧.૧૨ કરોડના ૨ વર્ષના કોન્ટ્રાક્ટની દરખાસ્ત, લાઈબ્રેરીના હાઉસકીપિંગ તથા મનપાની વિવિધ ઇમારતોમાં AC, પોટર કુલર, સર્વિસ-રિપેરિંગ અને ખરીદીના રૂ.૮૬.૭૬ લાખના કોન્ટ્રાક્ટની દરખાસ્ત પણ પરત મોકલાઈ હતી. નવા સેન્ટ્રલ લાઈટીંગ અને ગાર્ડન લાઈટીંગના રૂ.૫.૭૬ કરોડના કોન્ટ્રાક્ટની દરખાસ્ત પણ કમિશનરને પરત કરવામાં આવી હતી.
સેન્ટ્રલ જોન-૧, જોન-૨ અને વેસ્ટ જોનના બગીચા, પાર્ક તથા બાળ ક્રીડાંગણની જાળવણીના રૂ.૨.૫ કરોડથી વધુના ૩ કોન્ટ્રાક્ટ મંજૂર કરાયા હતા, પરંતુ બહાલી માટે અલગથી દરખાસ્ત રજૂ કરવાની નોંધ કરાઈ છે.
આમ, ૨૫માંથી માત્ર ૧૨ દરખાસ્તો યથાવત મંજૂર થતાં અદધાથી વધુ દરખાસ્તો પરત, નામંજૂર અથવા અન્ય પ્રક્રિયામાં ગઈ છે. જેના પગલે શાસક અને વહીવટી પાંખ વચ્ચે નવા ઉપરાંત અગાઉના કામો અંગે પણ સંકલનનો મુદો ફરી ચર્ચામાં આવ્યો છે.