Loading Please Wait !!!
વર્ષ ૨૦૨૬ની નવરાત્રીમાં માં દુર્ગાનું હાથી પર આગમન અને ઘોડા પર થશે પ્રસ્થાન

 

  • નવરાત્રી દરમિયાન માં દુર્ગાના અલગ-અલગ વાહનોના આગમન અને પ્રસ્થાનનું હોય છે મોટું ધાર્મિક મહત્વ

  • હાથીને સુખ, સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે, જે શુભ સંકેત આપે છે

  • વિસર્જન સમયે ઘોડાની સવારી અશાંતિ, યુદ્ધ કે તણાવની સ્થિતિ સર્જવાની શક્યતા દર્શાવે છે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષની નવરાત્રી અત્યંત વિશેષ અને મહત્વપૂર્ણ રહેવાની છે. આગામી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬થી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે ૨૦ ઓક્ટોબરે સંપન્ન થશે. આ વર્ષે નવરાત્રી દરમિયાન માં દુર્ગાનું આગમન હાથી પર થશે, જ્યારે માતાજી ઘોડા પર સવાર થઈને વિદાય લેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રીમાં માતાજીના આગમન અને પ્રસ્થાનના વાહનો અલગ-અલગ હોય છે અને તે દેશ-દુનિયા માટે વિશેષ સંકેતો લઈને આવતા હોય છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ, જ્યારે માં દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર પધારે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. હાથી એ સુખ, સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે. એવી લોકમાન્યતા છે કે જ્યારે માતાજી હાથીની સવારી પર આવે છે ત્યારે દેશ અને સમાજમાં આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે, ધન-ધાન્યની આવક વધે છે અને ચારેય તરફ ખુશહાલી ફેલાય છે. આ દ્રષ્ટિએ માતાનું હાથી પર આગમન ખૂબ જ અનુકૂળ પરિણામો લઈને આવશે.

બીજી તરફ, જ્યારે નવરાત્રીની પૂર્ણાહુતિ પર માતાજી વિદાય લેશે ત્યારે તેમનું વાહન ઘોડો હશે. જ્યોતિષશાસ્ત્રમાં ઘોડાને તીવ્ર પરિવર્તન, ગતિ અને ક્યારેક અસ્થિરતાનું પ્રતીક ગણવામાં આવે છે. ઘોડા પર માતાની વિદાય થવી એ દેશ-દુનિયામાં સંભવિત તણાવ, અશાંતિની સ્થિતિ, રાજકીય ઉથલપાથલ કે કુદરતી આફતોની આશંકાઓ તરફ ઈશારો કરે છે. આમ, આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ શુભ સંકેતો સાથે થશે અને પ્રસ્થાન વખતે વિશેષ સાવધાની રાખવાના સંકેતો મળશે.

ધાર્મિક આસ્થા અને જ્યોતિષ

સનાતન ધર્મમાં તહેવારો અને દેવી-દેવતાઓની સવારીઓ સાથે જોડાયેલી માન્યતાઓ પ્રકૃતિ અને ભવિષ્યના સંકેતોને સમજવાની એક પ્રાચીન પરંપરા રહી છે.

નવરાત્રીમાં માતાજીનું વાહન 

નવરાત્રી દરમિયાન માતાજી જે વાહન પર સવાર થઈને આવતા હોય છે તે વિશેષ સંકેત કરે છે. માતાજીનું વાહન કયું પ્રાણી છે તેના આધારે ફળ કથન પણ કરવામાં આવે છે. આ વર્ષને નવરાત્રી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ છે. આ વર્ષે માતાજી નવરાત્રીમાં હાથી પર સવાર થઈને આવશે અને ઘોડા પર સવાર થઈને વિદાય લેશે. માતાજીના આગમન અને પ્રસ્થાનના વાહન અલગ અલગ છે અને આ વાહન શું સંકેત કરે છે ચાલો સમજીએ.

માતાનું હાથી પર આગમન 

 

માં દુર્ગાનું વાહન સિંહ છે પરંતુ જ્યારે નવરાત્રિ દરમિયાન માતાજી પૃથ્વી પર આવે છે ત્યારે તેમનું વાહન બદલી જાય છે. આ વર્ષે નવરાત્રીમાં માતાજીનું આગમન હાથી પર થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે હાથી પર સવાર થઈને નવરાત્રિમાં માતાનું આગમન થાય છે તો તે શુભ સંકેત હોય છે. હાથી સુખ, સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક છે. માન્યતા છે કે જ્યારે માતાજી હાથીની સવારી પર આવે છે ત્યારે દેશ-સમાજમાં આર્થિક સમૃદ્ધિ, ધન ધાન્યમાં વૃદ્ધિ, ખુશહાલી આવે છે. આ દ્રષ્ટિએ આ નવરાત્રી શુભ રહેશે. 

 

ઘોડા પર માતાનું પ્રસ્થાન 

આ વર્ષે 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થશે અને નવરાત્રીનું સમાપન 20 ઓક્ટોબરે થશે. જ્યારે માતાજી વિદાય લેશે ત્યારે તેમનું વાહન ઘોડો હશે. જ્યોતિષશાસ્ત્રમાં ઘોડાને તીવ્ર પરિવર્તનનું પ્રતીક ગણવામાં આવે છે. ઘોડા પર માતાની વિદાય દેશ દુનિયામાં તણાવ, અશાંતિની સ્થિતિ, યુદ્ધ , કુદરતી આફતની આશંકા વધારે છે.