જ્યોર્જિયા મેલોની ડ્રગ કેસમાં પિતા જેલમાં, બાર ટેન્ડર મેલોની બની ઈટાલીની વડાપ્રધાન !
=> બાળપણના દુ:ખોથી લઈને દેશના PM સુધી... મેલોનીની આંખ ભીની સફર
=> 1977માં મેલોનીનો જન્મ થયો ગરીબીમાં બહાર નીકળ્યા રોમની પ્રખ્યાત નાઈટ ક્લબમાં બાર ટેન્ડર તરીકે કામ કર્યુ
=> 15 વર્ષની ઊંમરે મેલોની MSI નામની પાર્ટીમાં જોડાઈ 2022માં ઈટાલીના PM તરીકે શપથ લીધા
=> સૌથી ઓછી ઉંમરની કેબિનેટ મિનિસ્ટરબન્યા
ક્યારેક મેક્રોને ગાલ પર ચુંબન કર્યું, ક્યારેક ટ્રમ્પે ભાષણ અધવચ્ચે રોકીને સુંદરતાના વખાણ કર્યા, અલ્બેનિયાના પીએમએ તો ઘૂંટણિયે બેસીને સ્વાગત કર્યું. મોદી સાથે સેલ્ફી લીધી તો #Melodi ટ્રેન્ડ થઈ ગયું. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જ્યારે પણ કોઈ વિદેશી નેતાને મળે છે, તે મુલાકાત એક મોમેન્ટ બની જાય છે. આજે પીએમ મોદી ફરી તેમને મળશે. ઇટાલીનું સૌથી પ્રખ્યાત શહેર રોમ છે. 15 જાન્યુઆરી 1977ના રોજ અહીં જ જ્યોર્જિયા મેલોનીનો જન્મ થયો હતો. પિતા ફ્રાન્સેસ્કો ટેક્સ એડવાઈઝર હતા અને માતા અન્ના નવલકથા લેખિકા હતા. તેમના લગ્નજીવનમાં બધું બરાબર નહોતું. જ્યાં સુધી નવું ઘર ન મળ્યું, જ્યોર્જિયા પોતાની બહેન સાથે નાના-નાનીના ગરબાટેલાવાળા ઘરમાં ફ્લોર પર ગાદલાં પાથરીને સૂતી હતી.
માતા નજીકમાં જ પોતાની એક મિત્રના ઘરે જતી હતી. 1990 ના દાયકાના અંતમાં અન્ના નવલકથાઓ લખીને થોડા પૈસા કમાતી હતી, પરંતુ તે ઘરના ખર્ચ માટે પૂરતા નહોતા. બહેન એરિયાના કહે છે, ગરીબીને કારણે જ્યોર્જિયા કોલેજ જઈ શકી નહીં. તેણે સીડી વેચીને અને બાળકોની સંભાળ રાખીને પૈસા કમાયા. જ્યોર્જિયાએ રોમના સૌથી પ્રખ્યાત નાઇટ ક્લબ 'પાઇપર ક્લબ'માં બારટેન્ડર તરીકે પણ કામ કર્યું. 2013 માં મેલોનીએ કહ્યું હતું કે, 'મેં જીવન વિશે સંસદમાં કામ કરીને નહીં, પરંતુ બાર કાઉન્ટર પાછળ ઊભા રહીને શીખ્યું છે. 15 વર્ષની ઉંમરે જ્યોર્જિયાએ MSI નામની પાર્ટીમાં જોડાઈ. આ એક ફાસીવાદી પાર્ટી હતી, જે 1945 સુધી ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીના મૃત્યુ પછી તેમના સમર્થકો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 25 ઓક્ટોબર 2022 ના રોજ વડાપ્રધાન બન્યા પછી સંસદમાં તેમના પ્રથમ ભાષણમાં જ્યોર્જિયાએ કહ્યું, મેં 15 વર્ષની ઉંમરે વિયા ડી'એમેલિયો નરસંહાર પછી રાજકારણ શરૂ કર્યું,
જેમાં માફિયાએ જજ પાઓલો બોર્સેલિનોની હત્યા કરી હતી. મને લાગ્યું કે હવે ચૂપચાપ બેસી રહેવું શક્ય નથી. હવે ગુસ્સાને સામાન્ય લોકો સાથેના કનેક્શનમાં બદલવો પડશે. હકીકતે, ઇટાલીના માફિયા નેટવર્ક સામે તપાસ કરી રહેલા જજ પાઓલો બોર્સેલિનોની કારને બોમ્બથી ઉડાવી દેવામાં આવી હતી. તેમાં તેમના સિવાય 5 બોડીગાર્ડ પણ માર્યા ગયા હતા. 1996માં મેલોનીએ ફ્રેન્ચ ટીવી સાથેની મુલાકાતમાં કહ્યું, મુસોલિની એક સારા નેતા હતા. છેલ્લા 50 વર્ષના નેતાઓથી વિપરીત, તેમણે જે કંઈ પણ કર્યું, તે દેશ માટે કર્યું.