NEET-UG ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ અને કટ-ઓફ નિયમોમાં બદલાવ!
-
NTAમાં સુધારા માટે નવી ફોર્મ્યુલા તૈયાર કરવાની કવાયત!
-
ઉપલબ્ધ સીટો અને ક્વોલિફાઇડ ઉમેદવારોની સંખ્યામાં મોટો તફાવત!
-
વર્ષ 2027થી NEET પરીક્ષા પેન-પેપરથી સીબીટી મોડ પર!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ અને કટ-ઓફ નક્કી કરવાના નિયમોમાં ટૂંક સમયમાં જ મહત્વના ફેરફારો જોવા મળી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારા માટે ચાલી રહેલી પ્રક્રિયા અંતર્ગત કટ-ઓફ માટે નવી ફોર્મ્યુલા નક્કી કરવા પર ગંભીરતાથી કામ ચાલી રહ્યું છે.
એક સંસદીય સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે NEET ના માધ્યમથી MBBS, BDS, આયુષ અને નર્સિંગ કોર્સીસમાં ઉપલબ્ધ કુલ સીટોની તુલનામાં ઘણા વધારે ઉમેદવારોને ક્વોલિફાઇડ જાહેર કરી દેવામાં આવે છે, જેના કારણે સીટો અને ક્વોલિફાઇડ છાત્રોની સંખ્યામાં મોટો તફાવત રહે છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને NTA અને મંત્રાલય દ્વારા ક્વોલિફાઇંગ પર્સેન્ટાઇલ અને કટ-ઓફની ફોર્મ્યુલા નક્કી કરતા પહેલા વ્યાપક ડેટા વિશ્લેષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર એ વાત પર ગંભીર છે કે દર વર્ષે કુલ સીટો સામે કેટલા ઉમેદવારોને પ્રવેશ મળે છે અને જો સીટો ખાલી રહે છે તો તેના પાછળના વાસ્તવિક કારણો શું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર હવે સંપૂર્ણપણે ડેટા આધારિત વિશ્લેષણ કર્યા બાદ જ આગામી નીતિઓ અને રિપોર્ટ તૈયાર કરશે, જેથી મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને વ્યવસ્થા જાળવી શકાય.
આ ઉપરાંત, વર્ષ 2027 ની NEET પરીક્ષા પરંપરાગત પેન અને પેપર મોડને બદલે કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) સિસ્ટમમાં લેવામાં આવશે, અને તેની સાથે પરીક્ષા પ્રણાલીમાં અન્ય ક્રાંતિકારી ફેરફારો પણ કરવામાં આવશે.
NEET-UG માં બદલાવ સમયની માંગ: પારદર્શિતા અને ચોકસાઈ તરફ સરકારનું પગલું
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં કટ-ઓફ ફોર્મ્યુલા બદલવાનો અને પરીક્ષાને કોમ્પ્યુટર બેઝ્ડ બનાવવાનો નિર્ણય લાંબા સમયથી પ્રાસંગિક હતો. દેશમાં લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, ત્યારે સીટો અને ક્વોલિફાઇડ છાત્રો વચ્ચેનું અંતર દૂર કરવું અને પારદર્શક પદ્ધતિ અપનાવવી અત્યંત આવશ્યક છે. આ સુધારાઓથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને ન્યાયસંગત બનશે તેવી અપેક્ષા છે.
વયની સીમા પર થઈ રહ્યો છે વિચાર
આ પરીક્ષામાં બેસવા માટે ન્યુનતમ વયસીમા તો છે પરંતુ અધિકતમ વય સીમા નથી. આ સ્થિતિમાં એ વાત પર વિચાર થઈ રહ્યો છે તે નીટ યુનિ.માં તર્ક સંગત વય સીમા અને પ્રયાસોની સીમાઓની સીમા પણ શોધવામાં આવે.નીટ યુજી 2026 માં 20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
જેમાંથી 11.21 લાખને કવોલીફાઈ જાહેર કરાયા હતા.નીટ 2025 માં 12,23,531 કવોલીફાઈ થયા જયારે 2024 માં 13,15,853 એ પરીક્ષા કલીયર કરી અને સીટોને જોઈએ તો એમબીબીએસની લગભગ 1.40 લાખ બીડીએસની 27,800 આયુષયની લગભગ 53 હજાર સીટો છે.