Loading Please Wait !!!
ગ્લેમર પાછળનો અંધકાર : રાતોરાત સ્ટાર બનેલી હસીના હવે રહસ્યમય ગાયબ?

  • પંકજ ઉધાસના પ્રખ્યાત ગીત ચુપકે ચુપકે સખિયો સે વો રાજલક્ષ્મી સ્ટાર બની હતી
  • બે લગ્ન કર્યા તે પણ તૂટી ગયા : કોણ છે રાજલક્ષ્મી ખાનવિલકર

સિટી ન્યૂઝ@મુંબઇ : ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા ચહેરાઓ આવ્યા છે, જેમણે માત્ર એક જ પ્રોજેક્ટથી રાતોરાત ખ્યાતિ મેળવી, પરંતુ સમય જતાં તે ગુમનામીમાં ખોવાઈ ગયા. આવી જ એક વાર્તા અભિનેત્રી રાજલક્ષ્મી ખાનવિલકરની છે, જેમણે પોતાના જીવનમાં ખ્યાતિ, પ્રેમ અને વિયોગના અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કર્યો હતો. રાજલક્ષ્મીને 90ના દાયકામાં પંકજ ઉધાસના પ્રખ્યાત ગીત 'ચુપકે ચુપકે સખિયો સે વો'ના મ્યુઝિક વીડિયોએ રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ ગીતે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી અને તેની સાથે વીડિયોમાં દેખાયેલી રાજલક્ષ્મી ખાનવિલકર પણ એકાએક ચર્ચામાં આવી ગઈ હતી.

કરિયરની શરૂઆતમાં જ રાજલક્ષ્મી ખાનવિલકરે સમીર સોની સાથે લગ્ન કર્યા હતા. તેમની મુલાકાત એક જાહેરાત શૂટ દરમિયાન થઈ હતી, જ્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. જોકે, આ સંબંધ લાંબો ટક્યો નહીં. લગ્નના માત્ર છ મહિનામાં જ રાજલક્ષ્મી અને સમીર સોની અલગ થઈ ગયા હતા. પ્રથમ લગ્ન તૂટ્યા પછી, રાજલક્ષ્મી ખાનવિલકરે વર્ષ 2000માં અભિનેતા રાહુલ રોય સાથે લગ્ન કર્યા. આ સંબંધ પહેલા કરતાં વધુ સ્થિર રહ્યો અને બંને લગભગ 14 વર્ષ સુધી સાથે રહ્યા. જોકે, સમય જતાં આ સંબંધમાં પણ તણાવ આવ્યો અને વર્ષ 2014માં બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો. 

બે નિષ્ફળ લગ્નો અને ફિલ્મી દુનિયાથી અંતર રાખ્યા પછી, રાજલક્ષ્મી ખાનવિલકરે સંપૂર્ણપણે પોતાના અંગત જીવનને પ્રાધાન્ય આપ્યું. આજે તે ક્યાં છે અને શું કરી રહી છે, તે વિશે કોઈની પાસે ચોક્કસ માહિતી નથી.