Loading Please Wait !!!
જંતર મંતર પર ધરણાં કરવા પર પ્રતિબંધ! ગૃહમંત્રાલયે જંતર મંતરને ધરણાં મુક્ત કર્યું!

 

  • જંતર મંતર પર ધરણાં પ્રદર્શન કરવા પર પ્રતિબંધ!

  • ગૃહમંત્રાલયના તાનાશાહી નિર્ણયથી વિરોધ પ્રદર્શનો સીમિત!

  • વિરોધના અવાજને દબાવવા નવા સ્થળો નક્કી થયા!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લેતા જંતર મંતરને ધરણાં કરવાના અધિકૃત સ્થળોની યાદીમાંથી હંમેશા માટે બહાર કરી દીધું છે. હવે રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક જંતર મંતર ખાતે કોઈ પણ પ્રકારના ધરણાં કે વિરોધ પ્રદર્શનો નહીં થઈ શકે.

મંત્રાલયના આ નવા આદેશ અનુસાર હવે દિલ્હીમાં માત્ર 3 જ સ્થળોએ ધરણાં પ્રદર્શન કરી શકાશે. જેમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ આ ત્રણેય સ્થળોને જ સત્તાવાર રીતે ધરણાં માટે માન્ય રાખવામાં આવ્યા છે.

જંતર મંતર જેવા કેન્દ્રસ્થ અને સુલભ સ્થળને વિરોધ પ્રદર્શનોની યાદીમાંથી હટાવી લેવાના કારણે રાજધાનીમાં પ્રદર્શનો કરવા માટેના સ્થળો અત્યંત સીમિત બની ગયા છે. આ નિર્ણયથી વિપક્ષો અને સામાજિક સંગઠનોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ રાજધાનીમાં આવતા મોટાભાગના આંદોલનકારીઓ અને વિરોધ પક્ષો જંતર મંતર ખાતે જ પોતાની માંગણીઓ રજૂ કરવા માટે એકઠા થતા હતા. પરંતુ હવે આ પ્રતિબંધના કારણે પ્રદર્શનોને શહેરના સીમાડે અથવા દૂરના વિસ્તારોમાં ખસેડવાની ફરજ પડશે.

વિશ્લેષકોના મતે આ પ્રકારના નિર્ણયો સરકાર દ્વારા જનતાના અવાજને દબાવવાના અને વિરોધનાસૂરને કાબૂમાં લેવાના પ્રયાસરૂપે લેવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકશાહીના હકો સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

વિરોધ પ્રદર્શન પર સરકારી અંકુશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જંતર મંતર જેવા મહત્વના સ્થળને ધરણાંની યાદીમાંથી હટાવીને દિલ્હીમાં પ્રદર્શનો માટેના સ્થળો માત્ર 3 જગ્યા પૂરતા મર્યાદિત કરી દેવાયા છે. લોકશાહીમાં સરકાર સામે અવાજ ઉઠાવવાના અધિકાર પર આ પ્રકારના અંકુશો મૂકવા એ સામાન્ય જનતા અને વિપક્ષોના વિરોધ કરવાનો હક છીનવવા સમાન છે.