રિયાધ એરપોર્ટ પર યમનના હૂથીઓનો ભીષણ હુમલો! યાત્રાળુઓની લાઈનમાં વિસ્ફોટથી એરપોર્ટ પર નાસભાગ!
-
રિયાધ એરપોર્ટ પર હૂથી બળવાખોરોનો ખતરનાક હુમલો!
-
એરપોર્ટ પર અફરાતફરી વચ્ચે એક પાકિસ્તાની નાગરિકનું મોત!
-
સાઉદી અરેબિયાની રાજધાનીમાં યુદ્ધના ખતરનાક એંધાણ
સિટી ન્યુઝ @ રિયાધ
મધ્ય પૂર્વમાં યુદ્ધનું કેન્દ્ર હવે ઈરાનથી ખસીને સાઉદી અરેબિયા તરફ વળતું જોવા મળી રહ્યું છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત બીજા દિવસે પણ ખતરનાક હુમલો કર્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે.
સામે આવેલા ડેટા અને રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં ઉમરાહ માટે આવેલા યાત્રીઓ ફ્લાઇટ્સમાં સવાર થવા માટે લાઈનમાં ઊભા હતા. અચાનક વિસ્ફોટ થતાં જ એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા.
સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા અનુસાર, આ નવા હુમલામાં એક પાકિસ્તાની નાગરિકનું મૃત્યુ થયું છે, જ્યારે 11 અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સુરક્ષા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ રિયાધ એરપોર્ટને બંધ રાખવાની મુદત વધુ 24 કલાક માટે વધારી દીધી છે. આ અગાઉ શનિવારે થયેલા પહેલા હુમલામાં 12 લોકોના મોત થયા હતા, જે એક દશકથી વધુ સમયમાં સૌથી ઘાતક હુમલો છે.
નાગરિક ઉડ્ડયન સત્તામંડળે પૂર્વમાં આવેલા દમ્મામ એરપોર્ટ પર પણ હુમલાનો દાવો કર્યો છે. રિયાધ શહેરમાં અનેક જગ્યાએ મોટા ધડાકાના અવાજો સાંભળવા મળતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાયેલો છે.
સાઉદી અરેબિયાના એરપોર્ટ પર હુમલો
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓએ મધ્ય પૂર્વના તણાવને ચરમસીમાએ પહોંચાડી દીધો છે. ઉમરાહના મુસાફરો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતી આ હિંસક ઘટનાઓ વૈશ્વિક શાંતિ અને ઉડ્ડયન સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહી છે.