પાકિસ્તાન અને તૂર્કિયેની મદદ પર ઈરાનની ચેતવણી!
-
સાઉદી અરેબિયા પર હૂથી બળવાખોરોના સતત હુમલા!
-
મક્કા સંરક્ષણ કરારને લઈને ઈરાનની આકરી ચેતવણી!
-
સાઉદીને કોઈ બચાવી નહીં શકે: ઈરાનનું નિવેદન!
સિટી ન્યુઝ @ રિયાધ
સાઉદી અરેબિયા પર હૂથી બળવાખોરોના સતત વધી રહેલા હુમલા વચ્ચે ઈરાને હવે અબુ ધાબી સહિત પ્રદેશના દેશો અને મક્કા સંરક્ષણ કરારમાં સામેલ સાઉદી અરેબિયા, પાકિસ્તાન તેમજ તૂર્કિયે પ્રત્યે આકરૂ વલણ અપનાવ્યું છે.
પાંચમી ઓક્ટોબરથી અમલમાં આવેલા મક્કા સંરક્ષણ કરાર મુજબ કોઈ એક દેશ પર થતો હુમલો એ કરારમાં સામેલ તમામ દેશો પરનો હુમલો ગણાશે, જેના કારણે પાકિસ્તાન અને તૂર્કિયે સાઉદીની મદદ માટે મેદાને આવી શકે છે.
જોકે, ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યમનમાં કોઈપણ પ્રકારની દખલગીરીના પરિણામો અત્યંત જોખમી આવી શકે છે અને સાઉદીને તૂર્કિયે કે પાકિસ્તાન પણ સુરક્ષા પૂરી પાડી શકશે નહીં.
દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ નજીક અશાંતિ વધતા ઓમાનના દરિયાકાંષ્ટ પાસે એક એલપીજી સુપરટેન્કર માઇન્સની ચપેટમાં આવી જતાં તેમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે અમેરિકન સેનાએ પણ કાર્ગો જહાજ પર કાર્યવાહી કરી હતી.
આ વધી રહેલા સંઘર્ષ અને યુદ્ધના માહોલ વચ્ચે પેન્ટાગોન દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં માર્યા ગયેલા અમેરિકન સૈનિકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે અને ઘાયલોનો આંકડો 865 પર પહોંચી ગયો છે.
મધ્ય પૂર્વમાં વધતો યુદ્ધનો તણાવ
સાઉદી અરેબિયા પર હૂથી હુમલાઓ અને નવા રક્ષણાત્મક કરારો વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનની આકરી ચેતવણીઓ અને દરિયાઈ જળમાર્ગો પર વધતી હિંસાના કારણે વૈશ્વિક શાંતિ સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જે આવનારા સમયમાં મોટી કટોકટી સર્જી શકે છે.