Loading Please Wait !!!
આમ્રપાલી જૂથની ૫૪ કરોડની સંપત્તિ ટાંચમાં! ફ્લેટ ન મળતા ખરીદદારોની આશા પર પાણી!

 

  • આમ્રપાલી જૂથના કૌભાંડમાં મોટી કાર્યવાહી!

  • ફ્લેટ ન મળતા ખરીદદારો સાથે છેતરપિંડી!

  • ઇડી દ્વારા કરોડોની મિલકતો ટાંચમાં લેવાઈ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ઇડીએ આમ્રપાલી જૂથ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીનાં મહારાની બાગ સ્થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગ નામે નોંધાયેલી છે અને ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.

ઇડી અનુસાર આ તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆરના આધારે શરૂ કરવામાં આવી હતી. આમ્રપાલી જૂથે નોઇડા અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પ્રોજેક્ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લીધા હતા.

કંપનીએ ૩૬ મહિનામાં ફ્લેટ આપવા અને સુનિશ્ચિત રિટર્નનું વચન આપ્યું હતું, પરંતુ પ્રોજેક્ટ અધૂરા રહ્યા અને ખરીદનારાઓને ન તો ફ્લેટ મળ્યા કે ન તો રકમ પરત મળી. ફોરેન્સિક ઓડિટમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનાં દુરુપયોગની માહિતી સામે આવી છે.

ઇડીનો આરોપ છે કે આ રકમ શેલ કંપનીઓનાં માધ્યમથી ગેરકાયદેસર રીતે સ્થળાંતરિત કરવામાં આવી હતી. આ મામલે કડક પગલાં લેતા એજન્સીએ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને કૌભાંડના મુખ્ય સૂત્રધારોની તપાસ ચાલી રહી છે.

એક અન્ય કાર્યવાહીમાં ઇડીએ નેક્સા એવરગ્રીન કેસમાં ૩૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને ગોવા સ્થિત જમીન, ફ્લેટ તથા રિસોર્ટમાં હિસ્સેદારી સામેલ છે. એજન્સીના જણાવ્યા મુજબ કુર્ક કરાયેલી ૬૯ સ્થાયી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ૨૯.૩૭ કરોડ રૂપિયા છે.

આમ્રપાલી અને નેક્સા કૌભાંડ

આમ્રપાલી અને નેક્સા એવરગ્રીન જેવા મોટા કૌભાંડોમાં સામાન્ય ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત થયો છે. ઘર ખરીદવા કે રોકાણ કરવા માટે નાણાં રોકનારા નિર્દોષ લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે, ત્યારે ઇડી દ્વારા કરવામાં આવેલી આ સંપત્તિ જપ્તીની કાર્યવાહીથી આર્થિક અપરાધીઓમાં ફફડાટ ફેલાયો છે.