ભીષણ ગરમી વચ્ચે ગોંડલમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોનો હલ્લાબોલ
- ચારેક દિવસથી રાત્રે લાઈટ ગુલ થઇ જવાની સમસ્યાથી કંટાળી વૃંદાવન સોસાયટીના રહીશોનો પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ
સિટી ન્યૂઝ@ગોંડલ : ગોંડલ શહેરના સાંઢીયા પુલ પાસે આવેલી વૃંદાવન સોસાયટી-5 ના રહીશોએ આજે રોષે ભરાઈને PGVCL કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી રાત્રે લાઈટો ગુલ થઈ જવાની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી.
વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી રાત્રે 12 વાગ્યા પછી અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે. સતત 5 થી 6 કલાક સુધી લાઈટો ન આવતા રહીશોને જાગરણ કરવાનો વારો આવ્યો છે. 40 ડિગ્રીથી વધુની ગરમીમાં કલાકો સુધી પંખા અને એસી બંધ રહેતા નાના બાળકો અને બીમાર વૃદ્ધોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માત્ર વીજ કાપ જ નહીં, પરંતુ વોલ્ટેજમાં આવતી ભારે વધ-ઘટને કારણે સોસાયટીના અનેક ઘરોમાં ટીવી, ફ્રીજ અને એસી જેવા કિંમતી વીજ ઉપકરણો બળી ગયા છે, જેનાથી રહીશોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. 100 થી વધુ મહિલાઓ અને પુરુષોનું ટોળું એકત્ર થઈને સીધું જ જીઈબી કચેરીએ પહોંચ્યું હતું અને હલ્લાબોલ કર્યો હતો
PGVCLની કામગીરીથી અમે સંતુષ્ટ નથી
હેમાંગ પરમાર જણાવ્યું હતું કે વૃંદાવનનગર 5 છેલ્લા ચાર દિવસથી અમારી સોસાયટીમાં રાતે મન ફાવે ત્યારે લાઈટ વઈ જાય છે. છેલ્લા ચાર દિવસથી સવારે સવારે રિપેર કરવા આવે છે અને આવે તો એ યોગ્ય રીતે રિપેર નથી કરતા અને પાછળથી કોઈ એના એન્જિનિયર ત્યાં કોઈ તપાસ કરવા નથી આવતા કે યોગ્ય રિપેર થયું છે કે નથી થયું. અમને પીજીવીસીએલની કામગીરીથી સંતુષ્ટ નથી