Loading Please Wait !!!
15 મે બાદ ખિસ્સા ખાલી પેટ્રોલ અને ડીઝલ મોંઘુ?

  • ફુગાવાને રોકવા માટે અચાનક નહીં પણ, તબક્કાવાર વધશે પેટ્રોલના ભાવ
  • શરૂઆતમાં 5 રૂપિયાનો વધારો થશે?

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : વૈશ્વિક સ્તરે મિડલ ઈસ્ટમાં વધી રહેલો રાજકીય તણાવ હવે આર્થિક સંકટમાં ફેરવાઈ રહ્યો છે. ખાસ કરીને ઈરાન અને અન્ય પક્ષો વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. આ વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. અહેવાલો મુજબ, ભારત સરકાર અને સરકારી તેલ કંપનીઓ હવે ઇંધણના ભાવ વધારવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી રહી છે.

અર્થશાસ્ત્રીઓના મતે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૫ ડોલરની સપાટી વટાવી ગયા છે. ભારત તેની જરૂરિયાતનું ૮૫ ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે, ત્યારે દેશનું આયાત બિલ (Import Bill) વધી જાય છે અને વિદેશી હૂંડિયામણ પર દબાણ આવે છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે ૧૫ મે ૨૦2૬ પછી દેશમાં ઇંધણના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મનોરંજન શર્મા જેવા આર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે સરકારી તેલ કંપનીઓ હાલમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે ઇંધણ વેચી રહી છે. આને કારણે આ કંપનીઓને દર મહિને અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે ભાવ વધારો અનિવાર્ય બની ગયો છે. સામાન્ય રીતે જ્યારે ઇંધણના ભાવ વધે છે ત્યારે ફુગાવો (મોંઘવારી) પણ વધે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે દૂધ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થાય છે. જનતામાં રોષ ન ફેલાય અને અર્થતંત્ર પર અચાનક આંચકો ન લાગે તે માટે સરકાર એક નવો રસ્તો અપનાવી શકે છે. નિષ્ણાત વીકે વિજયકુમારના મતે, સરકાર એકસાથે ૫ રૂપિયા વધારવાને બદલે ધીમે ધીમે એટલે કે તબક્કાવાર ભાવ વધારશે. આ ગ્રેજ્યુઅલ હાઈક પદ્ધતિથી સરકાર માટે મોંઘવારીને નિયંત્રિત કરવી સરળ રહેશે.


ભારત પાસે ક્રૂડ ઓઈલ 60 દિવસનું, LPG ગેસ 45 દિવસનો જથ્થો

સરકારે કહ્યું પેટ્રોલ ડીઝલ પૂરતો સ્ટોક, ગભરાવાની જરૂર નથી

પેટ્રોલિયમ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે આપણી રિફાઇનરીઓ વધુ સારી ક્ષમતા પર કામ કરી રહી છે.તેમણે ભરોસો આપ્યો કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલુ જરૂરિયાત માટે એલપીજીનો સપ્લાય સતત ચાલુ છે.આ ઉપરાંત સોમવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંતર-મંત્રાલયી બેઠક પછી કહ્યું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે.સુજાતા શર્માએ કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં 1.20 કરોડ બુકિંગ સામે 1.14 કરોડ એલપીજી સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે. આ દરમિયાન 17 હજા ટનથી વધારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ થયું છે અને 762 ટનથી વધારે ઓટો એલપીજી પણ વેચવામાં આવ્યું છે. સોમવારે મળેલા બેઠકમાં જણાવાયું કે ભારત પાસે 60 દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડઑઇલ અને નૅચરલ ગૅસ છે જ્યારે 45 દિવસ સુધી ચાલે તેટલો એલપીજીનો જથ્થો છે.

તેલ કંપનીઓને દૈનિક 1000 કરોડનું નૂકસાન સરભર કરવા પેટ્રોલમાં 
18 રૂપિયા, ડીઝલમાં 25 રૂપિયા કરે તો નૂકસાન શૂન્ય થઈ થશે

હાલના અંદાજ મુજબ, તેલ કંપનીઓને હાલમાં પેટ્રોલ પર આશરે 18 પ્રતિ લિટર અને ડીઝલ પર 25 પ્રતિ લીટરનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો સરકાર પેટ્રોલના ભાવમાં 18 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 25 પ્રતિ લીટરનો વધારો કરે છે, તો BPCL અને HPCL જેવી તેલ કંપનીઓને જે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તે શૂન્ય થઈ જશે.પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયા સંકટને કારણે આ કંપનીઓ પર ગંભીર નાણાકીય દબાણ છે. પેટ્રોલ, ડીઝલ અને LPG ઉપરાંત, ઘરેલું ઉડાણો માટે ઉપયોગ થતુંએવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (ATF) એટલે કે જેટ ફ્યૂઅલના વેંચાણ પર પણ કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. માર્ચના અંતમાંકેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 10નો ઘટાડો કર્યો હતો. 
આ ઘટાડાના પરિણામે, સરકારને માસિક 14,000 કરોડનું મહેસૂલ નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાઆંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો એટલો ગંભીર છે કે આ ટેક્સ ઘટાડો પણ તેલ કંપનીઓને થતા નુકસાનને ઘટાડવા માટે પૂરતો સાબિત થઈ રહ્યો નથી.