આશ્રમમાં ગાંજો પી નગ્ન અવસ્થામાં પડેલા દેવગીરી બાપુને મારકૂટ કરી કાઢી મુકાયા
- પવનનંદ ગીરી બાપુએ રોષપૂર્વક દેવગીરી બાપુનો એક હાથથી દાઢી પકડીને બીજા હાથથી ધોકા ફટકાર્યાનો વિડીયો વાઈરલ
સિટી ન્યૂઝ@રાજકોટ : ઈન્સ્ટાગ્રામમાં યશગીરી બાપુની આઈડી પરથી એક વિડીયો વાઈરલ થયો છે.જેમાં અખાડાની પરમપરા, સાધુના વેશ અને શિસ્ત અંગે દેવગીરી બાપુને ઠપકો આપતા પવનનંદ ગીરી બાપુ નજરે પડી રહ્યા છે. શરૂમાં આકરી ઝાટકણી કાઢ્યા બાદ લાકડાના ધોકાથી સર્વિસ કરીને આશ્રમમાંથી કાઢી મુક્ત નજરે પડે છે.
સમગ્ર બનાવ અંગે દેવગીરી બાપુને કહ્યું હતું કે આ મારા ઉપર હુમલો નથી, સનાતન ઉપર હુમલો છે.મારા ઉપર હુમલો કરનાર સાધુ નથી.તેને ભગવાનની કોઈ જાણકારી નથી.વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે તેણે ભગવાનો ઘા કર્યો છે. પરિવારની અંદર એ મારો કાકો ગુરુ થાય,એ મને પ્રેમથી સમજાવી શકતો હતો. પ્રેમથી ગાંડા પણ સમજી જાય છે. હું જ્યાં રોકાણો હતો એ લીલાભગત મેર મારા પ્રેમી છે.મારે તમારા ત્યાં આવીને અન્ન બગડાઈ નહી, અહ્યા અન્નક્ષેત્રને ધક્કો લાગે. આવી મારામારીની ઘટનાઓથી દાતાઓને પણ બીક લાગે છે,એટલે મેં કોઈ વિરોધ કર્યો નથી અને મેં માર ખાઈ લીધો છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આશ્રમમાં ગાંજો પી નગ્ન અવસ્થામાં સુવા મામલે પવનનંદ ગીરી બાપુ ગુસ્સે ભરાયેલા છે.તેમના હાથમાં લાકડાનો ધોકો છે. બીજા હાથથી દેવગીરી બાપુની દાઢી પકડીને કહે છે કે આ આશ્રમની અંદર માં દીકરીઓની અવર જવર ચાલુ છે, તેને દેખાતું નથી કે શું ? તું અહ્યા નગ્ન અવસ્થામાં સૂતેલો પડ્યો છે. આમ કહી એક પગમાં એક ધોકો ફટકારે છે.આ તારી તલવાર, ધોતિયું ઉપાડીને અહીથી ચાલતો થઇ જતા, ગાડી લીધા વગર નીકળ અહીંથી.
વિપત પડી ત્યારે બાપુને પણ શસ્ત્ર કામે ન લાગ્યા
બાપુ જે દિવસ હલવાય તે દિવસ કોઈ આવતું નથી, એટલે શસ્ત્ર સાથે હોવા જોઈએ, જીગર તો પોતાનું હોવું જોઈએ એ ક્યાય ભાડે મળતું નથી કહીને ફેમસ બનેલા દેવગીરી બાપુને વિપત પડી ત્યારે જીગર કે શસ્ત્ર પાણ કામે લાગ્યું ન હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં રમુજ ફેલાવી છે.