રાજકોટમાં “દિવ્ય દરબાર' આસ્થા નહીં અંધશ્રધ્ધાનો ધંધો!
=> ચમત્મકારના નામે છેતરપિંડી ? વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા ગંભીર સવાલો
=> દિવ્ય શક્તિ નહીં નાટક; ચમત્કાર દેખાડો કા ઢોંગ બંધ કરો : જયંત પંડ્યા જાદુ નથી : Cold Reading છે?
=> માનસિકતા+ અવલોકન + સામાન્ય માનવ વર્તન પર આધારિત ટેકનિક છે
=> ચમત્કાર નહીં, માનસિક ટ્રિક : વિજ્ઞાન જાથા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં આગામી જૂન મહિનામાં યોજાનાર બાબાના દિવ્ય સત્સંગ પહેલા જ વિરોધનો માહોલ ગરમાયો છે. વિજ્ઞાન જાથાએ કાર્યક્રમ પહેલા જ ખુલ્લો વિરોધ નોંધાવી અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવ્યો છે. વિજ્ઞાન જાથાના આગેવાન જયંત પંડ્યાએ જણાવ્યું કે તેઓએ કહેવાતા ચમત્કારો સામે ખુલ્લી ચેલેન્જ આપી છે અને આ પ્રકારના પરચા જેવા પ્રયોગોને ભ્રામક ગણાવ્યા છે. તેમના મુજબ, આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવવામાં આવી રહ્યો છે અને લાગણીઓ સાથે ખેલ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે તેમનો વિરોધ કોઈ ધાર્મિક આસ્થા સામે નથી, પરંતુ અંધશ્રદ્ધા અને ભ્રામક દાવાઓ સામે છે. સાથે જ લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ, બાબાના અનુયાયીઓ આ કાર્યક્રમને ધાર્મિક અને આધ્યાત્મિક ગણાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો સત્સંગમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.
નિષ્કર્ષ
રાજકોટમાં યોજાનારા આ સત્સંગ પહેલા જ આસ્થા v/s વિજ્ઞાન વચ્ચેનો વિવાદ તેજ બન્યો છે. હવે જોવાનું રહ્યું કે કાર્યક્રમ દરમિયાન પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે.