Loading Please Wait !!!
ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર ખરીદ્યું. શાહરૂખ્ઝ રેસિડેન્સ પ્રોજેક્ટમાં આલીશાન પ્રોપર્ટી મેળવી.

  • પ્રોપર્ટીની કિંમત અંદાજે 4.27 કરોડ રૂપિયા છે.

  • દુબઈના વોટરફ્રન્ટ વિસ્તારમાં ખરીદવામાં આવ્યું ઘર.

  • આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ લક્ઝરી પ્રોપર્ટી.

 

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં વધુ એક આલીશાન પ્રોપર્ટી ઉમેરી છે. તેમણે દુબઈ મેરિટાઈમ સિટીમાં એક પ્રીમિયમ અને વોટરફ્રન્ટ (સમુદ્ર કિનારે) ઘર ખરીદ્યું છે. સૂર્યકુમારે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ પ્રોપર્ટી ડૈન્યુબના પ્રખ્યાત 'શાહરૂખ્ઝ રેસિડેન્સ' પ્રોજેક્ટનો એક ભાગ છે.

દુબઈમાં રોકાણ કરવાનાં કારણ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ પહેલીવાર ૨૦૧૪માં આઈપીએલ રમવા માટે ત્યાં ગયા હતા અને ત્યાંની જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ પ્રોજેક્ટ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામ સાથે જોડાયેલો દુબઈનો એક અનોખો લક્ઝરી રેસિડેન્શિયલ ટાવર છે, જેની શરૂઆતી કિંમત ૧૬.૫ લાખ યુએઈ દિરહામ એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ ૪.૨૭ કરોડ રૂપિયા થાય છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં સમુદ્ર અને દુબઈની સ્કાયલાઈનનો અદ્ભુત નજારો જોવા મળે છે તથા અહીં ક્રાયોથેરેપી અને હાઇપરબેરિક ઓક્સિજન થેરેપી જેવી આધુનિક હેલ્થ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સૂર્યકુમાર યાદવના રિયલ એસ્ટેટ કલેક્શનમાં વધુ એક હીરો!

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈના મેરિટાઈમ સિટીમાં આવેલ 'શાહરૂખ્ઝ રેસિડેન્સ' પ્રોજેક્ટમાં એક આલીશાન વોટરફ્રન્ટ પ્રોપર્ટી ખરીદી છે. આ લક્ઝરી પ્રોજેક્ટમાં અત્યાધુનિક હેલ્થ અને વેલનેસ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની કિંમત ભારતીય ચલણ મુજબ અંદાજે ૪.૨૭ કરોડ રૂપિયાથી શરૂ થાય છે.