Loading Please Wait !!!
અભિનેતા ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળી. મુંબઈ પોલીસે ઇમરાન ખાન સામે કાર્યવાહી કરી.

  • રાજકીય પ્રદર્શનમાં ભાગ લેવો ભારે પડી ગયો.

  • અમેરિકન નાગરિક હોવા છતાં વિરોધમાં જોડાયા હતા.

  • ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ અપાયો.

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડના જાણીતા અભિનેતા અને સુપરસ્ટાર આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાન સામે મુંબઈ પોલીસે કડક કાનૂની કાર્યવાહી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ભારત છોડી દેવાની સત્તાવાર નોટિસ પાટકાવી છે.

ગત ૧૦ ઓક્ટોબરના રોજ 'કોકરોચ જનતા પાર્ટી' દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વિદેશી નાગરિક હોવા છતાં ઇમરાન ખાને ભાગ લીધો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે તેમની પાસે અમેરિકન નાગરિકત્વ અને ઓસીઆઈ (OCI) કાર્ડ છે. ભારતીય કાયદા મુજબ કોઈ વિદેશી નાગરિક આંતરિક રાજકીય આંદોલનમાં ભાગ લઈ શકતો નથી, જેથી ઈમિગ્રેશન એક્ટની કલમો હેઠળ આ પગલું લેવાયું છે.

પૂર્વ ભાજપ સાંસદ કિરિટ સોમૈયાની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. અટકાયત દરમિયાન ઇમરાન ખાને એક સામાન્ય નાગરિક તરીકે વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસની આ કડક નોટિસ બાદ અભિનેતા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે અને તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં દેશ છોડવો પડશે.

ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ

બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાનને મુંબઈ પોલીસે રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની સત્તાવાર નોટિસ ફટકારી છે. તેઓ અમેરિકન નાગરિક હોવાથી ભારતીય કાયદા મુજબ રાજકીય આંદોલનમાં સામેલ થઈ શકતા નથી, જેના કારણે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.