Loading Please Wait !!!
ગીતમાં રોલ માટે કોમ્પ્રોમાઈઝની શરમજનક ઓફર! અંજલિ રાઘવ સામે પંજાબી ઇન્ડસ્ટ્રીનો કાળો ચહેરો!

 

  • પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં અંજલિ રાઘવનું શરમજનક શોષણ!

  • ગીતમાં રોલ માટે કોમ્પ્રોમાઈઝની અશ્લીલ માગણી!

  • અંજલિ રાઘવે ખોલી કાસ્ટિંગ કાઉચની કાળી પોલ!

સિટી ન્યુઝ @ ચંદીગઢ

મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચ અને શોષણની વાતો અવારનવાર સામે આવતી રહે છે. તાજેતરમાં જ હરિયાણવી અને ભોજપુરી ગીતોથી લોકપ્રિય બનેલી જાણીતી અભિનેત્રી અંજલિ રાઘવએ તેના કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

 એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે એક ખરાબ અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. શરૂઆતી દિવસોમાં તેને ક્યારેય આવા ખરાબ અનુભવો થયા નહોતા અને ન તો ક્યારેય આવા લોકો તેમની સામે આવ્યા હતા.સિટી પરંતુ, એક વખત પંજાબી ગીતના પ્રોજેક્ટ દરમિયાન તેમની સમક્ષ એક મોટી શરત મૂકવામાં આવી હતી. કોઈ મોટા સિંગરની ટીમમાંથી એક વ્યક્તિએ તેને ગીતમાં રોલ મેળવવા માટે કોમ્પ્રોમાઈઝ કરવાની ડીલ ઓફર કરી હતી.

જ્યારે આ અશ્લીલ માંગ સામે આવી ત્યારે અભિનેત્રીનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને તેણે તે વ્યક્તિને ખરી-ખોટી સંભળાવી હતી. વિરોધ કરવા પર આરોપી પોતાની સફાઈ આપવા લાગ્યો હતો અને વાતને ફેરવવાનો પ્રયાસ કરતા અન્ય કોઈ છોકરીનું નામ જણાવવા કહ્યું હતું.

આ પ્રકારની વાતો સાંભળીને અભિનેત્રીનો ગુસ્સો વધુ ભડકી ગયો હતો અને તેણે મનોરંજન જગતની આ ગંદી માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાથી કલાકારોના શોષણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

મનોરંજન જગતનો કાળો પર્દાફાશ

મનોરંજન જગતમાં નામના મેળવવા માટે કલાકારોએ ક્યારેક કેટલા શરમજનક અને ગંદા અનુભવોમાંથી પસાર થવું પડે છે તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટના છે. પ્રતિભાને બદલે અનૈતિક સમજૂતીઓ માંગતી આ માનસિકતા કલા જગત માટે એક મોટો કલંક સમાન છે, જેનો દરેક સ્તરે કડક વિરોધ થવો અનિવાર્ય છે.