ભાવનગરના રૂવાપરી રોડ પર પોલીસના દરોડા. 2.93 લાખના વિદેશી દારૂ સાથે શખસ ઝડપાયો.
-
મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર જપ્ત કરાયા.
-
અન્ય એક શખસ પાસેથી જથ્થો લાવ્યાનો ખુલાસો.
-
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસી.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૂવાપરી રોડ ખેડૂતવાસના એક મકાનમાં દરોડો પાડીને ₹૨,૯૩,૮00 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં રીધમ ધરમશીભાઈ મકવાણા નામના ૨૧ વર્ષીય શખસની ધરપકડ કરી છે.
ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ શીશુવિહાર સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રૂવાપરી રોડ પર રહેતો રીધમ પોતાના મકાનમાં વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને બેઠો છે. પોલીસે તાત્કાલિક તે મકાનમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મકાનના રૂમ અને સેટીની અંદરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો, ચપલા તથા બિયરના ટીન મળીને કુલ ૮૦૦ નંગ બોટલો/ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ પરથી રૂ. ૨,૯૩,૮00 નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે આ જથ્થો મહેશ શીયાળ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને શખસ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ ખેડૂતવાસના એક મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડીને રૂ. ૨,૯૩,૮00 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે એક શખસની ધરપકડ કરી અન્ય એક શખસ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.