Loading Please Wait !!!
મેથીની ભાજી ખાતા પહેલા આ 4 લોકો સાવધાન! ડાયાબિટીસ દર્દીઓ માટે મેથી નુકસાનકારક બની શકે!

  • મેથીની ભાજી વધારે ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે!

  • આ 4 હેલ્થ કન્ડિશનમાં મેથી ખાવાનું ટાળવું!

  • ગુજ્જુઓના પ્રિય થેપલા બનાવતી મેથીના ગેરફાયદા!

 સિટી ન્યુઝ @ રાજકોટ

ગુજરાતીઓની ખાણીપીણીમાં મેથીના થેપલાનું સ્થાન ખૂબ જ વિશેષ હોય છે અને શિયાળો કે મિશ્ર ઋતુમાં મેથીની ભાજી દરેક ઘરમાં અવારનવાર બનતી હોય છે. પોષક તત્વોથી ભરપૂર આ ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મેથીની ભાજીમાં ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા છે, જે સામાન્ય વ્યક્તિના શરીર માટે ફાયદાકારક છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોય, તો તેણે મેથીનું સેવન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું જોઈએ.

ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ મેથીની ભાજી ખાતી વખતે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે વધુ પડતી મેથી બ્લડ શુગર સ્તરને અચાનક ખૂબ જ નીચું લઈ જઈ શકે છે, જે હાઇપોગ્લાયકેમિઆનું જોખમ ઊભું કરી શકે છે.

આ ઉપરાંત, અન્ય 4 પ્રકારની હેલ્થ કન્ડિશન ધરાવતા લોકોએ પણ મેથીની ભાજી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા તેનું પ્રમાણ મર્યાદિત રાખવું જોઈએ, જેથી શરીર પર તેની કોઈ વિપરીત અસર ન થાય.

તેનો અર્થ એવો નથી કે મેથીની ભાજી ખાવી જ ન જોઈએ, પરંતુ કોઈપણ સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ પણ જો અતિશય પ્રમાણમાં લેવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે, તેથી સંતુલિત આહાર જ શ્રેષ્ઠ ઉપાય છે.

મેથીની ભાજી ખાવાના ગુણકારી ફાયદા અને સાવચેતીઓ

મેથીની ભાજીમાં ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવા છતાં તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓ તેમજ અન્ય ચાર વિશેષ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ મેથી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. કોઈપણ ખોરાક સ્વાસ્થ્યવર્ધક હોય તો પણ તેનું અતિરેક સેવન નુકસાન કરી શકે છે, તેથી યોગ્ય આહાર નિયંત્રણ અને સંતુલન જ હંમેશા ઉત્તમ સ્વાસ્થ્યની ચાવી છે.

ડાયાબિટીસના પેશન્ટ

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ડાયાબિટીસના પેશન્ટનું આવે છે હવે તમને એવું લાગશે કે મેથી તો ડાયાબિટીસમાં ફાયદા કારક ગણાય. આ વાત સાચી છે કે મેથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મેથીના આ ગુણના કારણે જ ડાયાબિટીસના પેશન્ટે મેથી ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ હોય તેમને નિયમિત સુગરની દવા લેવાની હોય છે. સુગરની દવા લેતા હોય તેવા લોકો મેથી વધારે પ્રમાણમાં થાય તો બ્લડ સુગર લેવલ જરૂર કરતાં વધારે ઘટી જાય છે. અને ડાયાબિટીસમાં લો બ્લડ સુગર પણ ઘાતક સાબિત થઈ શકે છે. એટલા માટે ડાયાબિટીસ હોય તેવા લોકોએ મેથીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો અથવા તો ન કરવો.

બ્લડ થીનર લેતા લોકો

જે લોકોને લોહી જાડું થતું હોય તેમને ડોક્ટર બ્લડ દવાઓ આપે છે. બ્લડને પાતળું કરતી દવાઓ ખાતા લોકો પણ વધારે માત્રામાં કે નિયમિત મેથીની ભાજી થાય તો તેમને નુકસાન થઈ શકે છે. મેથીની ભાજીમાં પણ એવા ગુણ હોય છે જે નેચરલી બ્લડને પાતળું રાખવામાં મદદ કરે છે. તેવામાં બ્લડ થીનર દવાઓ ખાતા લોકો મેથીની ભાજી વધારે પ્રમાણમાં થાય તો બ્લીડીંગનું જોખમ વધી શકે છે. ઘણી જગ્યાએ સર્જરી પહેલા કે સર્જરી પછી મેથીની ભાજી ન ખાવાની સલાહ પણ આપવામાં આવે છે.

 

ગર્ભવતી મહિલાઓ

જે મહિલાઓ ગર્ભવતી હોય તેમણે પણ મેથીની ભાજીનું શાક ઓછું ખાવું અથવા તો ન ખાવું. તેનું કારણ છે કે મેથીમાં રહેલા કેટલાક તત્વો કોન્ટ્રાકશન વધારી શકે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન ખાસ પ્રકારના સપ્લીમેન્ટ કે અન્ય દવાઓ લેવાતી હોય તો તો તેની સાથે મેથીની ભાજી ખાવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આહારમાં મેથીનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે મેથીની પ્રકૃતિ ગરમ હોય છે.

એલર્જી

ઘણા લોકો એવા હોય છે જેમને ખાસ પ્રકારની દાળ, મગફળી જેવી વસ્તુઓથી એલર્જી હોય. મગફળી કે ખાસ પ્રકારની દાળ ખાધા પછી આવા લોકોને ગેસ, એસિડિટી, માથામાં દુખાવો, ઉલટી થવી જેવી તકલીફો થાય છે. આ પ્રકારની એલર્જી ધરાવતા લોકોએ મેથીની ભાજી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મેથી પણ એલર્જીનું કારણ બની શકે છે અને મેથી ખાધા પછી એલર્જીક રીએક્શન આવી શકે છે.