Loading Please Wait !!!
હવે દેશ યુવાનોના હાથમાં !

  • લાઠીચાર્જ, દબાણ, ધમકીઓ બાદ પણ યુવાનોનો સંકલ્પ વધુ મજબૂત બનતો ગયો
  • સરકાર માટે આ એક ચેતવણી છે; આજનો યુવાન ચૂપ રહેવાનો નથી, અને અન્યાય સામે ઝૂકવાનો તો બિલકુલ નથી, જો સિસ્ટમ ખોટી હશે તો તેને સુધારવા માટે યુવાનો રસ્તા પર ઉતરશે અને જીતશે પણ
  • લાખો વિદ્યાર્થીઓની મહેનત અને સપનાઓ પર પાણી ફેરવતા પેપર લીક સામે યુવાનોનો ઉગ્ર વિરોધ સ્વાભાવિક છે: આંદોલન દ્વારા યુવાનોએ સાબિત કર્યું કે જે અવાજ એકતા સાથે ઉઠે તો સરકારને પણ નિર્ણય બદલવો પડે છે

 

  • જન કી બાત - અનિરુદ્ધ નકુમ 

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૩૫ દિવસથી યુવાનો દ્વારા ચાલી રહેલું પેપર લીક વિરોધ આંદોલન આખરે એક નિર્ણાયક વળાંક પર પહોંચ્યું છે. લાંબા સમયથી પોતાની માંગોને લઈને અડગ રહેલા યુવાનોના આક્રોશ સામે અંતે સરકારને ઝૂકવું પડ્યું અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું. આ ઘટના યુવાનોના સંઘર્ષ અને એકતાનું પ્રતીક બની છે.આંદોલન દરમિયાન અનેક પડકારો આવ્યા. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, દબાણ બનાવવાનો પ્રયાસ થયો, છતાં યુવાનો પોતાની માંગ પર અડગ રહ્યા. આ દર્શાવે છે કે આજનો યુવાન માત્ર પોતાની કારકિર્દી માટે જ નહીં, પરંતુ સિસ્ટમમાં પારદર્શિતા અને ન્યાય માટે પણ લડી રહ્યો છે.

પેપર લીક જેવી ઘટનાઓ માત્ર એક પરીક્ષાનો મુદો નથી તે દેશના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. લાખો વિદ્યાર્થીઓની મહેનત અને સપનાઓ પર પાણી ફેરવતા આવા કૌભાંડો સામે યુવાનોનો ઉગ્ર વિરોધ સ્વાભાવિક છે. આંદોલન દ્વારા યુવાનોએ સાબિત કર્યું કે જે અવાજ એકતા સાથે ઉઠે, તો સરકારને પણ નિર્ણય બદલવો પડે છે.

આ જીત માત્ર એક મંત્રીના રાજીનામાની નથી, પરંતુ યુવાનોના આત્મવિશ્વાસની જીત છે. આજે સ્પષ્ટ રીતે

યુવાનોને સલામ; જેમણે લડીને સિસ્ટમને ઝૂકાવી દીધી

  • યુવાન હવે પરિવર્તન લાવનાર શક્તિ બની ગયો છે...
  • આ જીત માત્ર એક મંત્રીના રાજીનામાની નહીં પરંતુ યુવાનોના આત્મવિશ્વાસની જીત થઈ છે

કહી શકાય કે દેશનો યુવાન હવે નિષ્ક્રિય દર્શક નથી, પરંતુ પરિવર્તન લાવનાર શક્તિ બની ગયો છે. અંતે, “હવે દેશ યુવાનોના હાથમાં છે” એવું કહેવું ખોટું નથી. આ શક્તિને સાચી દિશામાં વાપરવી એ સમયની માંગ છે. યુવાનોને સલામ, જેમણે પોતાના હક્ક માટે લડીને ઇતિહાસ રખ્યો.

પેપર લીક જેવી ઘટનાઓમે માત્ર એક પરીક્ષાનો પ્રશ્ન ઉભો કર્યો નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. જ્યારે મહેનત કરતા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવે છે, ત્યારે તેમની અંદરનો આક્રોશ સ્વાભાવિક છે. આ આક્રોશ હવે રસ્તા પર, સોશિયલ મીડિયા પર અને જાહેર ચર્ચામાં ખુલ્લેઆમ દેખાઈ રહ્યો છે.

આ વખતે ખાસ વાત એ રહી કે યુવાનોનો અવાજ એટલો મજબૂત રહ્યો કે સરકારને પણ નિર્ણય લેવાનો દબાણ અનુભવાયો.

જવાબદારી નક્કી કરવાની માંગ અને પારદર્શિતા માટેનો દબાણ એ દર્શાવે છે કે નવી પેઢી હવે માત્ર દર્શક નથી, પરંતુ સક્રિય ભાગીદાર બની ગઈ છે. યુવાનોનો આ ઉછાળો લોકશાહી માટે સકારાત્મક સંકેત છે, પરંતુ સાથે જ જવાબદારી પણ વધારી દે છે. આક્રોશને દિશા આપવી, ચર્ચાને રચનાત્મક બનાવવી અને લાંબા ગાળાના સુધારા માટે કામ કરવું આ બધું હવે યુવાનોના હાથમાં છે.

અંતે કહી શકાય કે “હવે થથ્યો યુવાનોનો દેશ” માત્ર એક નારો નથી, પરંતુ બદલાતી વાસ્તવિકતા છે. જો આ શક્તિને યોગ્ય દિશામાં વાપરવામાં આવશે, તો ભારતનું ભવિષ્ય વધુ મજબૂત અને પારદર્શક બની શકે છે.