Loading Please Wait !!!
સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો!

  • ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી અઠાવન ટકા નીચે!
  • સોનું પણ રેકોર્ડ ઊંચાઈથી ત્રેવીસ ટકા સુધી ગગડ્યું!
  • રોકાણકારો માટે કિંમતી ધાતુઓમાં ઝડપી ઉતાર-ચઢાવ

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

    આ વર્ષની શરૂઆતમાં સોના અને ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા, પરંતુ વર્તમાન સમયમાં વૈશ્વિક બજાર અને આર્થિક પરિસ્થિતિઓને કારણે તેમની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

    ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ બુલિયન એસોસિએશનના આંકડા મુજબ ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હીમાં શુદ્ધ સોનું ૧,૮૩,૦০০ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪,૦૪,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

    પરંતુ ત્યારબાદ દુનિયાભરમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ, કાચા તેલની વધતી કિંમતો અને ડોલરમાં મજબૂતીને કારણે કિંમતી ધાતુઓની કિંમતોમાં ઝડપી ઉતાર-ચઢાવ શરૂ થયો અને ભારે કડાકો બોલાયો છે.

    ૧૭ નવેમ્બર સુધીના આંકડા મુજબ સોનું ઘટીને ૧,૪૦,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયું છે, જે તેના રેકોર્ડ સ્તરથી આશરે ૪૨,૧૦૦ રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદીમાં આનાથી પણ મોટો ઘટાડો નોંધાયો છે.

    ચાંદી ૧૭ નવેમ્બરે ઘટીને ૧,૬૯,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે, એટલે કે તે તેની રેકોર્ડ ઊંચાઈથી ૨,૩૫,000 રૂપિયા ઘટી ચૂકી છે, જેને જોતા વિશેષજ્ઞોએ રોકાણકારોને આ ઘટાડાનો દોર પૂરો થવાની રાહ જોવાની સલાહ આપી છે.

    કિંમતી ધાતુઓનું બજાર અને રોકાણની સાવચેતી

    સોના અને ચાંદી જેવા કોમોડિટી બજારોમાં વૈશ્વિક પરિબળો, મુદ્રાસ્ફીતિ અને સેન્ટ્રલ બેન્કોની નીતિઓને કારણે મોટા ઉતાર-ચઢાવ આવતા રહે છે. કોઈપણ પ્રકારના મોટા રોકાણ કરતા પહેલા બજારના વલણોનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

    આઠ દિવસમાં રૂા.25 હજાર સુધી ઘટ્યા ચાંદીના ભાવ
    નબળા વૈશ્વિક પ્રવાહ અને રૂપિયાની મજબૂતી વચ્ચે મંગળવારે સોનું 1,400 રૂપિયા ઘટીને 1.38 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. ચાંદી પાંચ ટકા તૂટીને 1.69 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના એક વર્ષના નીચલા સ્તરે રહી.

    9 નવેમ્બરથી અત્યાર સુધી સોનામાં 8,300 રૂપિયા અથવા લગભગ છ ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે, 5 નવેમ્બરથી અત્યાર સુધી ચાંદીમાં 25,000 રૂપિયા અથવા 13 ટકાનો ઘટાડો થયો છે. ચાંદી પાછલા વર્ષે 13 નવેમ્બરે 1,69,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરી રહી હતી. એટલે કે તે એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

    આગળ પણ ઝડપી ભાવ વધ- ઘટ સંભવ
    વિશેષજ્ઞોનું કહેવું છે કે વર્ષ 2025ની અસામાન્ય તેજીએ સોના-ચાંદીની કિંમતોને રેકોર્ડ શીર્ષ પર પહોંચાડી દીધી હતી, જેનાથી માર્કેટ કેપિટલાઈઝેશન ઘણું ખેંચાઈ ગયું હતું. હવે લાંબો સુધારો જોવા મળી રહ્યો છે. આગામી કેટલાક મહિનાઓમાં કિંમતો સ્થિર રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ઘટાડાનું જોખમ સેવાઈ રહ્યું છે.

    મજબૂત ડોલર, અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને ફેડ (ફેરડલ રિઝર્વ) દ્વારા આગળ વ્યાજદરો વધારવાની આશંકાથી બંને ધાતુઓ પર દબાણ જળવાઈ રહ્યું છે. વિશેષજ્ઞોના મતે, સોનું 1.40 લાખથી 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે સ્થિરતા બનાવી શકે છે. ચાંદી પણ 1.68 લાખ પ્રતિ કિલોગ્રામના મહત્ત્વના સ્તરને સ્પર્શી શકે છે. એટલા માટે રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે.

    ઘટાડાના કારણો
    1 ડોલર મજબૂત થવોઃ ડોલર ચઢવાથી અન્ય દેશોના ખરીદદારો માટે સોનું-ચાંદી મોંઘા થઈ જાય છે, જેથી માંગ પર દબાણ પડે છે.
    2 અમેરિકી વ્યાજદરોની ચિંતાઃ ફેડના સખત વલણ અને ડિસેમ્બરમાં દર વધવાની આશંકાથી રોકાણકારો નું વલણ વ્યાજ વગરના સોના-ચાંદીથી ઓછુ થયુ છે.
    3 બોન્ડ યીલ્ડમાં વધારોઃ અમેરિકી ટ્રેઝરી પર વધતું રિટર્ન રોકાણકારોને ચાંદી જેવી વ્યાજ વગરની સંપત્તિઓ સામે બોન્ડ તરફ આકર્ષિત કરી રહ્યું છે.
    4 ચીનની ઔદ્યોગિક સુસ્તીઃ ચાંદીની મોટી કપત ઉદ્યોગોમાં થાય છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ અને સોલર ઊર્જા ક્ષેત્રની નબળી ગતિવિધિઓથી ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટી છે.
    5 ખપત ઘટવાની આશંકાઃ સોલર પેનલોમાં ચાંદીના બદલે બીજા વિકલ્પોનો ઉપયોગ વધી રહ્યો છે. તેની અસર પણ ચાંદીની ખપત પર જોવા મળી રહી છે.
    6 નફાવસૂલી અને વેચવાલીઃ રેકોર્ડ તેજી પછી રોકાણકારોએ નફાવસૂલી કરી. બજારમાં જોખમ વધવા પર કેટલાક રોકાણકારોએ કિંમતી ધાતુઓમાં વેચવાલી કરી.