Loading Please Wait !!!
મનીલામાં ક્વાડ શિખર બેઠક દરમિયાન પીએમ મોદી ચર્ચામાં!

  • જમીન પર પડેલા તિરંગાના નિશાનવાળા માર્કરને આદરપૂર્વક ઉઠાવ્યું!
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા!
  • તિરંગા પ્રત્યેના સન્માનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

મનીલામાં યોજાયેલી ક્વાડ શિખર બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો અદભુત આદર અને સન્માનભાવ એકવાર ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન જ્યારે નેતાઓ માટે નિર્ધારિત જગ્યા નક્કી કરવા કાર્પેટ પર માર્કર મૂકવામાં આવ્યા હતા, ત્યારે પીએમ મોદીની નજર ભારતીય તિરંગાના પ્રતીકવાળા માર્કર પર પડી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ નીચે નમીને તિરંગાના નિશાનવાળા આ માર્કરને ઉઠાવી લીધું હતું અને તેને જમીન પર છોડવાને બદલે પોતાના ખિસ્સામાં સુરક્ષિત મૂકી દીધું હતું.

આ દરમિયાન પીએમ મોદીએ પોતાની ભાવના વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રધ્વજના પ્રતીકને ક્યારેય જમીન પર પડેલું છોડી શકે નહીં, જેને જોઈને પાસે ઊભેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આને સાચવીને રાખવા માટે કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી આ ઘટનાથી સોશિયલ મીડિયા પર લોકો વડાપ્રધાનના આ સંસ્કાર અને દેશભક્તિના વ્યવહારની પ્રશંસા કરી રહ્યા છે, જે ભારતની રાષ્ટ્રીય ઓળખ અને પ્રતીકો પ્રત્યેની ગરિમા દર્શાવે છે.

રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર અને આપણી નૈતિક ફરજ

રાષ્ટ્રધ્વજ અને દેશના પ્રતીકો માત્ર કાગળ કે પ્રિન્ટ નથી હોતા, પરંતુ તે દેશની અસ્મિતા અને ગૌરવના પ્રતિક હોય છે. તેનું સન્માન જાળવવું એ દરેક નાગરિકની સર્વોચ્ચ નૈતિક ફરજ છે.