Loading Please Wait !!!
દેશની દીકરીઓ લોહીલુહાણ!

દિલ્હીના પ્રદર્શનના બેટી બચાવો કે બેટી પીટાઓનું નગ્ન સત્ય બહાર

  • જંતર-મંતર નિર્દોષ દિકરીઓ ઉપર પોલીસ લોકશાહીએ લોકશાહીનો ચેહરો ઉઘાડ્યો

  • લોકશાહીનો મૂળ આધાર સંવાદ છે દમન નહીં તો અવાજને લાઠીઓથી દબાવવામાં આવશે તો તે વધુ જોરથી ઉઠશે

દિકરીઓ ઉપર પોલીસે જે બર્બરતાના વીડિયો હદય હચમચાવી દે એવા છે

  • જન કી બાત -અનિરુદ્ધ નકુમ 

દિલ્હીના જંતર-મંતર પર જે બન્યું, તે માત્ર એક લાઠીચાર્જ નહોતુંડે લોકશાહીના મુખ પર માથયેલો ખુલ્લો તમાચો હતો. યુવાનોના અવાજને દબાવવા માટે જે રીતે પોલીસ તૂટી પડી, તે વક્ષો દેશના ઇતિહાસમાં કાળા અધ્યાય તરીકે લખાશે. “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા આપનાર જ સિસ્ટમની સામે, દીકરીઓ પર વરસેલી લાઠીઓ આ સૂત્રોની હકીકત બહાર પાડી દીધી.

વિડિયોમાં સ્પષ્ટ દેખાય છેલહેબંન-દીકરીઓને વીણી-વીણીને મારવામાં આવે છે, લાફાઓ પડે છે, લાકડીઓ પીઠ પર વરસે છે અને લોહી વહી રહ્યું છે. શું આ કાયદો છે? કે પછી ખુલ્લેઆમ દમન? જે દીકરીઓ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવા આવી હતી, તેઓને ગુનેગાર જેવી સજા આપવામાં આવીમાત્રણ વ્રથો કોધ જ નહીં, પરંતુ શરમ પણ પેદા કરે છે.

હા, ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને પગલાં લેવા પડેપણ શું એનો અર્થ એ છે નિર્દોષ લોકોને દોડાવી-દોડાવીને અધમૂઆ કરી નાખવા? બે-ચાર લોકોના કારણે આખી ભીડને નિશાન બનાવવી, આ ન્યાય નહીં, આ સત્તાનો બેદ્વાબુ દુરૂપયોગ છે. પોલીસનું વર્તન કાયદાના રક્ષક જેવું નહોતુંડે ભય અને બળજબરીનું પ્રતિક લાગતું હતું.

એક નાનું બાળક પણ લાઠીઓથી બચી શક્યું નહીંઆવો દ્રશ્ય કોઈપણ સંવેદનશીલ સમાજને હથમચાવી નાખે. વિદ્યાર્થીઓનો "ગુનો" શું હતો? તેઓ શા માટે રસ્તા પર આવ્યાઆવા સવાલોનો જવાબ શોધવાને બદલે, લાઠીઓથી તેમને ચુપ કરવાના પ્રયાસ થયા. આ માત્ર પોલીસની ક્રૂરતા નથી, આ સમગ સિસ્ટમની નિષ્ફળતા છે.

આ ઘટનાએ એક ખતરનાક સંદેશ આપ્યો છેકે હવે સંવાદ નહીં, દમન જ રસ્તો છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે, લાઠીઓથી અવાજ દબાવી શકાય, લાઠીઓથી અવાજ દબાવી શકાય નથી. આજે જે યુવાનો ઘાયલ થયા છે, તેઓ કાલે બમણી તાકાતથી ઊભા રહેશે. ડરનો અંત આવી ગયો છે, અને આ ક્રોધ હવે ચિંગારી નહીં, અગ્નિ બની રહ્યો છે.

જો શાસનતંત્ર હજુ પણ નહીં જાગે, તો આ અગ્નિ ક્યાં સુધી ફેલાશે તેનો અંદાજ મુશ્કેલ નથી. લોકશાહી લાઠીઓથી નહીં, સાંભળવાની ક્ષમતા અને સંવાદથી જીવંત રહે છે. નહિતર, જંતર-મંતર જેવા મેદાનો માત્ર પ્રદર્શનના નહીં, પરંતુ પ્રતિકારના કેન્દ્ર બની જશે.