બુધવારે મેડિકલ સ્ટોર બંધ રહેશે
=> દેશવ્યાપી કેમિસ્ટ હડતાળ: ઓનલાઈન દવા વેંચાણ સામે વિરોધ
સિટી ન્યૂઝ@રાજકોટ
ઓનલાઈન દવાના વેચાણ સહિતના મુદ્દે મેડિકલ સ્ટોરધારકોની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો પરેશાન છે. ત્યારે 20મીએ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર કેમિસ્ટોની સાથે દેશભરના કેમિસ્ટો જોડાવાના છે. ત્યારે લોકો માટે જરુરી છે કે, જો તમારી દવા ખાલી થઈ ગઈ હોય તો 20મી પહેલા જ ખરીદી કરી લેવી. કેમિસ્ટો એવી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તેઓએ હડતાળનો શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે.ઓલ ઇન્ડિયાના કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ઓનલાઇન દવાનું વેચાણ થઇ રહ્યું છે અને કોરોના પછી આ ખરીદી વધુ થઇ રહી છે. આજે દેશમાં લગભગ 6થી 7% લોકો ઓનલાઇન દવા ખરીદ કરી રહ્યા છે. ઓનલાઇન દવાના નામે ડુપ્લિકેશન થઇ રહ્યું છે અને ડુપ્લીકેટ દવા વેચાઈ રહી છે. પ્રિસ્ક્રિપશન વગર નશાયુક્ત અને ગર્ભપાત જેવી ગંભીર દવાઓ વેચાઈ રહી છે. અમે વર્ષ 2018થી વખતો વખત રજુઆત કરતા આવીએ છીએ કે ઓનલાઇન દવાનું વેચાણ સદંતર બંધ થવું જોઈએ પરંતુ અમારી આ રજુઆત ધ્યાને લેવામાં નથી આવી માટે આગામી 20મેંના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે જેમાં દેશભરના 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર ધારકો વિરોધમાં જોડાશે.કોરોના સમયે કરવામાં આવેલા પરિપત્રો રદ કરવામાં આવે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સમયે સરકાર તરફથી ખાસ બે પરિપત્ર કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ સંક્ર્મણ ન વધે તે માટે ઓનલાઇન વેચાણ માટે છૂટ આપવામાં આવી હતી. અમારી મુખ્ય માંગ એ છે કે કોરોના સમયે કરવામાં આવેલ બન્ને પરિપત્ર હવે રદ કરવામાં આવે. અમેરિકા જેવા સક્ષમ દેશમાં પણ ઓનલાઈન દવાનું વેચાણ નથી થઇ રહ્યું માટે ભારતમાં પણ બંધ થવું જોઈએ તેવી અમારી માંગ છે. ફાર્માસીસ્ટ વગર દવા આપવી એ જોખમ રૂપ કહેવાય ડીલેવરી બોય દ્વારા એક દવાના બદલે અન્ય દવા દેવામાં આવી જાય તો દર્દીને નુકશાન થઇ શકે છે અને તેની જાનનું જોખમ વધી જાય છે. દવા એ જીવન જરૂરી વસ્તુ છે. દવાના અલગ અલગ પ્રકાર હોય છે કેટલીક દવાને વધુ તાપમાનમાં રાખવાની હોય તો કેટલીક દવાને ઓછા તાપમાનમાં રાખવામાં આવતી હોય છે.
રાજકોટમાં ઈમરજન્સીમાં અહીંથી દવા મળી રહેશે
=>આ હોસ્પિટલની ફાર્મસી ખૂલ્લી રહેશે
=>સ્ટાર સિનરજી હોસ્પિટલ, ઇન્ડોર મેડિકલ, મવડી મેઇન રોડ
=>ક્રાઈસ્ટ હોસ્પિટલ, માધાપર ચોકડી
=>એસસીજી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, અયોધ્યા ચોક
=>સિનરજી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, 150 ફૂટ રીંગ રોડ
=>સ્ટર્લીંગ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, ગાંધીગ્રામ
=>વોકહાર્ટ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, કાલાવડ રોડ
=>બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, યુનિવર્સિટી રોડ
=>કેન્સર હોસ્પિટલ, નિર્મલા મેઈન રોડ
=>જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી
=>એચ. જે. દોશી હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, મવડી પ્લોટ વિસ્તાર
=>જલારામ હોસ્પિટલ, પંચવટી મેઇન રોડ
=>ગીરીરાજ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, કાલાવડ રોડ 150 ફૂટ
=>ગોકુલમ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, રણછોડ નગર
=>ગોકુલ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, વિદ્યાનગર મેઇન રોડ
=>નક્ષ કિરણ હોસ્પિટલ, ઇન્ડોર ફાર્મસી, ગાયત્રી નગર મેઇન રોડ
=>આ સિવાય કોઈપણ ઈમરજન્સી મેડિસિન ની જરુરીયાત ઊભી થાય તો અમારી સંસ્થા દ્વારા નીચે મુજબ ના કારોબારીઓને વ્યવસ્થા માટે જવાબદારી સોપેલ છે. તો નીચે મુજબના કારોબારીનો સંપર્ક કરવો.
=>અમિતભાઈ મજેઠીયા - 9824327279, અંકિતભાઈ કાછેલા - 9825081360, ભૂપેશભાઈ તન્ના - 94282 97127, પ્રતિકભાઈ ગોસ્વામી - 9033917618, હિતેષભાઇ ત્રાડા - 99243 51569