મોંઘવારી વચ્ચે ભાજપનું મારું ભારત મારું યોગદાન અભિયાન શરૂ કર્યું
નાગરિકોની સંયૂક્ત ભાગીદારીને દેશની સૌથી મોટી તાકાત ગણાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
વૈશ્વિક આર્થિક અસ્થિરતા, વધતી મોંઘવારી અને ઊર્જા સંસાધનો પર વધતા દબાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે "મારું ભારત - મારું યોગદાન" નામનું જનજાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. આ અભિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને પ્રેરણા બનાવી શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે નાગરિકોની સંયુક્ત ભાગીદારીને દેશની સૌથી મોટી તાકાત ગણાવી હતી.પાર્ટીના મહાસચિવ અરુણ સિંહએ તમામ રાજ્ય, જિલ્લા અને બૂથ સ્તરના સંગઠનોને આ અભિયાનને વ્યાપક રીતે અમલમાં મૂકવા માટે નિર્દેશ આપ્યો છે. આ પગલું માત્ર રાજકીય અભિયાન તરીકે નહીં, પરંતુ એક વ્યાપક સામાજિક ચળવળ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને રોજિંદા જીવનમાં નાના પરંતુ અસરકારક ફેરફારો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેમાં બળતણ અને વીજળી બચત, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ અને બિનજરૂૂરી ખર્ચ ઘટાડવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પાર્ટીએ કાર્યકરોને જનતા સુધી પહોંચીને સમજાવવાનું કહ્યું છે કે આ પ્રકારના નાના પગલાં દેશના આર્થિક સંતુલન અને સંસાધનોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.અભિયાન અંતર્ગત કારપૂલિંગ, જાહેર પરિવહન જેમ કે મેટ્રો અને બસનો વધુ ઉપયોગ અને બિનજરૂૂરી વાહનવ્યવહાર ઘટાડવા પર ભાર મૂકાયો છે. સાથે જ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું પણ સૂચવાયું છે. ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને, ઓનલાઈન મીટિંગ્સ અને વર્ચ્યુઅલ કોન્ફરન્સને પ્રોત્સાહન આપી ઇંધણના વપરાશમાં ઘટાડો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અભિયાનમાં વિદેશી હૂંડિયામણ બચાવવા માટે પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. તેમાં ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો, બિનજરૂૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને સોનાની ખરીદી મર્યાદિત કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.