NO AGE LIMIT; ઉંમર હારી ગઈ, પ્રેમ જીતી ગયો! : ઉંમરનો મોટો ગેપ, સમાજ ચકિત
=> 60 વર્ષના દાદા, 22 વર્ષની યુવતી સાથે લગ્ન
=> બંને બે વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા : ગામ લોકોએ વિરોધ કર્યો, મામલો પંચાયતમાં પહોંચ્યો
=> પંચાયતે એકમેકને પ્રેમ કરે છે એટલે વિરોધ કરવાને બદલે મંદિરમાં લગ્ન કરાવી આપ્યા
સિટી ન્યૂઝ@પટના
કટિહારના મણિહારી બ્લોકની બાઘમારા પંચાયતમાંથી એક અનોખી પ્રેમકથા સામે આવી છે, જે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં ૨૨ વર્ષની યુવતી અને ૬૦ વર્ષના શ્રાવણ સુગ્રીમ પાસવાન વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. બંને વચ્ચે લગભગ ૩૮ વર્ષનો ઉંમરનો તફાવત હોવા છતાં તેઓ એકબીજાની નજીક આવ્યા હતા અને અંતે બંને લગ્ન કરી લીધા હતા. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ગામલોકોના જણાવ્યા મુજબ, સુગ્રીમ પાસવાન અને યુવતી લાંબા સમયથી એકબીજાને મળતા હતા, પરંતુ તેમના સંબંધ વિશે ગામ કે પરિવારને ખાસ જાણ નહોતી. બુધવારે કેટલાક ગ્રામજનોએ બંનેને એકાંત વિસ્તારમાં સાથે જોયા હતા. ત્યારબાદ આ બાબતને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. શરૂઆતમાં ગામલોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કે આટલી નાની ઉંમરની યુવતી ૬૦ વર્ષના વ્યક્તિ સાથે કેવી રીતે પ્રેમમાં પડી શકે.
જોકે જ્યારે બંનેને ગામની પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે વાત વધુ સ્પષ્ટ થઈ. મંદિરમાં પૂજારીને બોલાવવામાં આવ્યા અને ગામલોકોની હાજરીમાં સંપૂર્ણ વિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા. વાયરલ વીડિયોમાં યુવતી સુગ્રીમ પાસવાન દ્વારા માંગમાં સિંદૂર ભરવાતા જોવા મળે છે.
=> 65ના ડોસા-62ની ડોશીના પ્રેમ લગ્ન
=> પાડોશમાં રહેતા વૃદ્ધા સાથે પ્રેમ થઈ જતાં મંદિરમાં લગ્ન કર્યા
=> પુત્ર-વહુએ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા
બિહારના જમુઈ જિલ્લાના ખૈરા પ્રખંડના કુમરકોલા ગામમાંથી ફિલ્મી ગીત જેવી હકીકત સામે આવી છે. 'ના ઉંમરની કોઈ સીમા હોય, ના જન્મનો કોઈ બંધન... જ્યારે કોઈ પ્રેમ કરે છે ત્યારે તે માત્ર મનને જ જુએ છે...' આ વાત અહીં સાચી સાબિત થઈ છે. અહીં પ્રેમ અને વૃદ્ધાવસ્થાની એકલતાથી કંટાળીને ૬૫ વર્ષના ચપટ માંઝી અને ૬૨ વર્ષીય આશા દેવીએ સમાજની ચિંતા કર્યા વગર મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ અનોખું લગ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. શનિવારે મહાદેવ સિમરિયા મંદિર ખાતે થયેલા આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ ચપટ માંઝી અને આશા દેવી બંને એક જ ગામમાં સામસામે રહેતા હતા. તેઓ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. છેલ્લા લગભગ એક વર્ષથી બંને પતિ-પત્નીની માફક જ સાથે રહેતા હતા. આ બાબતને લઈને ગામમાં, ખાસ કરીને મહિલાઓ વચ્ચે, ઘણી ચર્ચાઓ થવા લાગી હતી. સતત થતી ટિપ્પણીઓથી કંટાળીને અંતે બંનેએ પોતાના સંબંધને લગ્નનું નામ આપવાનો નિર્ણય કર્યો.
તેમની પત્નીનું લગભગ ૧૫ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ તેમનું બીજું લગ્ન છે અને અગાઉની ત્રણ પત્નીઓનું પણ અવસાન થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે તેમનો એક દીકરો અને વહુ છે, પરંતુ તેઓ બહાર કામ કરે છે.
વૃદ્ધાવસ્થામાં એકલતા, બીમારી અને રોજિંદી જરૂરિયાતોમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. આવા સમયે પાડોશી તરીકે આશા દેવી તેમની ખૂબ દેખભાળ રાખતી હતી અને સમય જતા બંને વચ્ચે સંબંધ વધુ ગાઢ બન્યો.