Loading Please Wait !!!
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો : પંખીઓ પૂરૂષોથી નહીં પણ સ્ત્રીઓથી વધારે ડરે છે !

=> 2700 અલગ-અલગ જગ્યાઓએ પંખીઓના વર્તનની નોંધનું અવલોકન કરવામાં આવ્યું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી : યુરોપમાં થયેલા એક નવા અભ્યાસમાં મોટાં શહેરોમાં પંખીઓની બિહેવિયરનો અભ્યાસ કરતાં નોંધાયું હતું કે શહેરોમાં પંખીઓ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓથી વધુ ડરે છે. આ અભ્યાસ પીપલ ઍન્ડ નેચર નામની જર્નલમાં છપાયો હતો. રિસર્ચરોએ યુરોપનાં અનેક શહેરોમાં ૩૭ પ્રજાતિનાં પંખીઓ પર અભ્યાસ કર્યો હતો.

૨૭૦૦ અલગ-અલગ જગ્યાઓએ પંખીઓના વર્તનની નોંધનું અવલોકન કરવામાં આવ્યું હતું. એક્સપરિમેન્ટમાં પુરુષો અને મહિલા સંશોધકો એકસરખાં કપડાં પહેરીને પંખીઓની નજીક ગયાં હતાં. એ પછી પંખીઓ શું કરે છે એ નોંધવામાં આવ્યું હતું. પંખીઓ પુરુષોને એક મીટરથીયે વધુ નજીક આવવા દે છે, જ્યારે મહિલાઓ એટલી નજીક જાય તો ત્યાંથી ઊડી જાય છે. આ ઑબ્ઝર્વેશન પછી હવે વૈજ્ઞાનિકો એ શોધવા માગે છે કે એવું તો પુરુષ અને સ્ત્રીમાં શું જુદું છે?