Loading Please Wait !!!
ઉર્વશી તો નીકળી કોપીકેટ



સિટી ન્યૂઝ@મુંબઇ

ફ્રાન્સમાં યોજાયેલા ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ, અદિતિ રાવ હૈદરી, તારા સુતરિયા, હુમા કુરેશી તેમ જ ઉર્વશી રૌતેલા જેવી ઍક્ટ્રેસ અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી હતી. જોકે આ ફેસ્ટિવલમાં ઉર્વશીનો સાડીવાળો લુક ટ્રોલ થઇ રહ્યો છે. ઉર્વશી ફેસ્ટિવલમાં ગોલ્ડન બૉર્ડરવાળી આઇવરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ પહેરીને જોવા મળી હતી.

ઉર્વશીના આ લુકને જોઈને લોકોને સુપરમૉડલ ગિગી હદીદનો જૂનો લુક યાદ આવી ગયો. ગિગીએ ૨૦૨૩માં ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી આવી જ સાડી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમનીમાં પહેરી હતી. એ સમયે ગિગી પહેલી વાર ભારત આવી હતી અને પોતાના લુકથી તેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે જ્યારે ઉર્વશીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ આ જ લુક અપનાવતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. અદિતિ રાવ હૈદરી ફ્રાન્સમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શનિવારે નીઓન ગ્રીન હાઈ સ્લિટ ગાઉનમાં અનોખા અંદાજમાં જોવા મળી હતી. આ સમયે અદિતિએ નીઓન ગ્રીન સિલ્ક જ્યૉર્જેટ ડ્રેપ્ડ ગાઉન પહેર્યું હતું.