Loading Please Wait !!!
ખતરો કે ખિલાડીની ફૌજ તૈયાર



સિટી ન્યૂઝ@મુંબઇ

ટીવી એક્ટ્રેસ શગુન શર્મા હવે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 15 માં જોવા મળશે. શગુને પોતાના સૌથી મોટા ડર, મુંબઈ આવવાના સંઘર્ષ, માનસિક મજબૂતી અને ખતરોં કે ખિલાડી ને લઈને પોતાની તૈયારી વિશે વાત કરી. તેણે જણાવ્યું કે તેને સૌથી વધુ ડર ઊંચાઈથી લાગે છે અને ઘણીવાર ઊંચાઈ પર જઈને તે સ્તબ્ધ પણ થઈ જાય છે. જોકે, હવે તે આ જ ડરને હરાવવા માંગે છે.

શગુને જણાવ્યું હતું કે, મને સૌથી વધુ ડર ઊંચાઈથી લાગે છે. જ્યારે પણ હું ખૂબ ઊંચાઈ પર જાઉં છું, ત્યારે હું ધ્રૂજવા લાગું છું. ઘણીવાર તો સ્તબ્ધ પણ થઈ જાઉં છું, પરંતુ મને લાગે છે કે આ શો તે ડરને હરાવવા માટેનું ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. હું પોતાને એ જ સમજાવીશ કે હું સુરક્ષિત છું. ત્યાં હાર્નેસ અને પૂરી સેફ્ટી હોય છે. અસલી ડર એ જ હોય છે કે ક્યાંક પડી ન જવાય કે કંઈ થઈ ન જાય. જો હું મારા મગજમાંથી તે ડર કાઢી શકી, તો કદાચ સારું કરી શકીશ. મુંબઈ આવીને એક્ટિંગ કરવી. હું હિમાચલ પ્રદેશથી છું. અભ્યાસ છોડીને આ ઇન્ડસ્ટ્રીમાં આવવું, જ્યાં હું કોઈને ઓળખતી ન હતી, મારા પરિવારનું પણ અહીં કોઈ કનેક્શન ન હતું. મારા માટે તે ખૂબ મોટું જોખમ હતું. હિમાચલથી મુંબઈ આવવું ખૂબ મોટો કલ્ચર શોક હતો.