ભારતના 26 રાજ્યોની એક ડ્રેસમાં મહેક
સિટી ન્યૂઝ@મુંબઇ
ભારતનાં ૨૬ રાજ્યોની આગવી એમ્બ્રૉઇડરી એક જ ડ્રેસમાં વણી લરાજુલ ભાનુશાલી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૅશન ઇવેન્ટ્સમાંની એક એવા મેટ ગાલામાં દર વર્ષે અનેક જાણીતા ચહેરાઓ પોતાના અનોખા અને ભવ્ય પરિધાનથી સૌનું ધ્યાન ખેંચે છે. આ વર્ષના મેટ ગાલામાં ભારતીય પ્રતિનિધિત્વને નવી ઊંચાઈએ પહોંચાડનાર નામ હતું ઈશા અંબાણી. ઈશા અંબાણીએ પ્રી-પાર્ટીમાં પહેરેલો બૉર્ડરવાળો ગાઉન માત્ર એક ડ્રેસ નહોતો પરંતુ ભારતીય હસ્તકલા અને પરંપરાનું સુંદર સમન્વય હતું. આ ગાઉનમાં ભારતની પરંપરાગત કળાકારીગરીને આધુનિક ફૅશન સાથે અદ્ભુત રીતે જોડવામાં આવી હતી.