દારૂની લોકપ્રિય બ્રાન્ડ એન્ટિક્વિટી બ્લૂ, રોયલ ચેલેન્જ, મેકડવેલ્સ રમ પર પ્રતિબંધ
FSSAIએ આર્ટિફિશિયલ ફ્લેવરના ઉપયોગ બદલ રોક લગાવી
-
દારૂની કંપનીઓ વિસ્કીકે રમને યોગ્ય રીતે જૂની કરવાની કુદરતી પ્રક્રિયા કરી રહ્યા નથી
-
દારૂ કૃત્રિમ ફ્લેવરથી ગ્રાહકોના સ્વાસ્થ્યને મોટું જોખમ હોવાના રિપોર્ટ બાદ વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
નવી દિલ્હી, તા. ૫ ફૂડ સેફ्टी એન્ડ સ્ટેન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં વેચાતી કેટલીક જાણીતી વિસ્કી અને રમ બ્રાન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન એ વાત સામે આવી છે કે આ બ્રાન્ડ્સમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કૃત્રિમ (આર્ટિફિશિયલ) ફ્લેવર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ગ્રાહકોની સુરક્ષા અને ખાધ્ય-પીણાંની
ચુસ્તતા જાળવવા માટે નિયામક દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી હેઠળ પ્રતિબંધિત કરવામાં આવેલી બ્રાન્ડ્સમાં દિજિયાઓ ઇન્ડિયાની એન્ટિક્વિટી બ્લુ વિસ્કી, રોયલ ચેલેન્જ વિસ્કી અને મેકડોવેલ્સ રમમાં વેરિઅન્ટ્સ સામેલ છે. આ ઉપરાંત ઈનબુની બેગાપઈપર ડિલક્સ વિસ્કી, ઓલ્ડ કાસ્ક ડિલકસ XXX રમ અને જેવી કે 'ધ લેજન્ડ્સ', 'ગોલ્ડ રિઝર્વ' અને 'XXX મેગ્ઝોર્ડ રમ' પર પણ રોક
લગાવવામાં આવી છે.
FSSAI ના તપાસ અહેવાલ મુજબ, આ કંપનીઓ વિસ્કી કે રમને યોગ્ય રીતે જૂની (એજિંગ કે મેચ્યોરેશન) કરવાની કુદરતી પ્રક્રિયા કરવાને બદલે, પ્રોડક્ટમાં બહારથી કૃત્રિમ રંગ કે વિસ્કીની જ ફ્લેવર ઉમેરી રહી હતી. આંતરરાષ્ટ્રીય ઉત્પાદન ધોરણો મુજબ, રમમાં અલગથી રંગ ફ્લેવર કે વિસ્કીમાં ફ્લેવર ઉમેરવાની મંજૂરી હોતી નથી. આમ કરવાથી કંપનીઓ કુદરતી ઘટકો અને યોગ્ય સમયગાળાની પ્રોસેસમાંથી બચવાનો પ્રયાસ કરતી હતી.