ચીન અને તુર્કિયેની મદદથી પાકિસ્તાનનો ભારતની દરિયાઈ સરહદે નવો પેંતરો!
-
પશ્ચિમી દરિયાઈ સરહદ નજીક સર ક્રીક ક્ષેત્રમાં ઘુસણખોરીનું જોખમ વધ્યું.
-
પાકિસ્તાન નૌકાદળે તેના એસએસજી-એન (SSG-N) કમાન્ડોને તહેનાત કર્યા છે.
-
અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રોકેટ ફોર્સ સાથે જોડાણ કરાયું છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, જમીન કે હવાઈ માર્ગે હિન્દુસ્તાનનો સીધો સામનો કરવામાં વારંવાર પછડાટ ખાનાર પાકિસ્તાને હવે નવો પેંતરો રચ્યો છે. ચીન અને તુર્કિયેની મદદથી પાકિસ્તાન ભારતની દરિયાઈ સરહદ નજીક મોટી સંખ્યામાં આધુનિક શસ્ત્રોનો ખડકલો કરી રહ્યું છે અને સિરક્રીક વિસ્તારમાં દરિયાઈ ચોકીઓ સ્થાપિત કરીને હોવરક્રાફ્ટ તથા ડ્રોન તહેનાત કરી રહ્યું છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વ્યક્તિગત રીતે આ સૈન્ય ગતિવિધિઓનું નિરીક્ષણ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાન દ્વારા 'અબાબીલ – ધ ડિવાઇન સ્ટ્રાઇક' નામના નવા પ્રોજેક્ટ હેઠળ સર ક્રીક નજીક તેના નૌકાદળ અને લશ્કરી માળખાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પાકિસ્તાન નૌકાદળે તેના નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG-N) કમાન્ડોને સર ક્રીકમાં તહેનાત કર્યા છે. આ ઉપરાંત, તુર્કિયેના ડ્રોન, આધુનિક ચાઇનીઝ હોવરક્રાફ્ટ, હાઇ-સ્પીડ નૌકાદળની બોટ અને અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પણ સામેલ કરવામાં આવી છે.
ચીન અને તુર્કિયે દ્વારા અદ્યતન લશ્કરી સાધનો અને ટેકનોલોજી પૂરી પાડીને પાકિસ્તાન સેનાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદ પર સુરક્ષા જોખમો અને પડકારો વધી ગયા છે.
દરિયાઈ સુરક્ષા અને રક્ષણાત્મક પગલાં
દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને નૌકાદળ દ્વારા હંમેશા અત્યંત ચોકસાઈ અને સતર્કતા રાખવામાં આવતી હોય છે.