એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વકીલોને વૃક્ષોનું વિતરણ
- રાજકોટ બાર એસોસિએશન અને મનપાનો સંયુક્ત ઉપક્રમ; ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નેહલ શુક્લના હસ્તે વૃક્ષ વિતરણ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ બાર એસોસિએશન અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાનના સમર્થનમાં વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નેહલ શુક્લના હસ્તે વકીલોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, ટ્રેઝરર પ્રગતિ માકાડિયા તેમજ કારોબારી સભ્યો સંજય ડાંગર, વિજય રૈયાણી, મીનલ સોનપાલ અને કલ્પેશ સાકરિયા જોડાયા હતા. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપ પટેલ, રાજકોટ બારના પૂર્વ પ્રમુખ પરેશ મારુ, રેવલ્યુ બારના રમેશ કથિરિયા, વિજય ટોંગડિયા, કલેમ બારના રાજેશ મહેતા, કપિલ શુક્લા, જયદેવ શુક્લા તેમજ મહિલા બારના બિનલ રવૈયાણી, મહેશ્વરી ચૌહાણ, ધારા મુળચ્છા, દક્ષા બોખાણી, સ્મિતા અત્રિ અને એકતા જોશી ઉપસ્થિત રહ્યા હતા. ક્રિમિનલ બાર એસોસિએશનના હિતુભા જાડેજા, AGP સમીર પેરા, પરાગ શાહ અને દિલીપ મહેતા સહિત મોટી સંખ્યામાં વકીલોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના અભિયાનને સમર્થન આપ્યું હતું.