Loading Please Wait !!!
ભક્તિનગર હત્યા કેસમાં મદદગાર આરોપી આનંદ પરમાર ગિરફતાર

  • આનંદે મૃતકના ઘરની રેકી કરી હતી
  • મૃતકને મુખ્ય આરોપી સુધી લઈ જનાર જ આનંદ હતો: હત્યા બાદ આનંદ ઉજ્જૈન ભાગી ગયો હતો, પરત આવતા જ ભક્તિનગર પોલીસે કુવાડવા પાસેથી ઝડપી લીધો હતો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના સહકાર રોડ પર રહેતા ઘનશ્યામસિંહ અનופસિંહ વાઘેલા ઉ.વ ૪૦ ગત શનિવારે વાહીનીવાડી મેઈન રોડ પર આવેલા જલારામ ચોકમાં હતા.ત્યારે આરોપી પિતાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ ધસી આવી આડેધડ છરી વડે હુમલો કર્યો હોય જેથી યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું મોડી રાતે ચાલુ સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હોથ જેથી પોલીસે મૃતકના પિતા અનופસિંહની ફરિયાદ પરથી આરોપી ધર્મેન્દ્રસિંહ સામે હત્યાનો ગુનો નોંધી લિંબડી પાસેથી ધરપકડ કરી હતી.

જ્યારે આ જ બનાવમાં આરોપીની મદદગારી કરનાર ભીલવાસમાં રહેતા આનંદ ખીમજી પરમાર ઉજ્જૈન જઈ આવ્યા બાદ નાસતો ફરતો હોય જેની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ભક્તિનગર પીઆઈ જયદીપસિંહ પરમાર, એસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફ બાતમી આધારે પોલીસે કુવાડવા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આનંદ અને ધર્મેન્દ્રસિંહ મૃતક ઘનશ્યામસિંહના ઘરની સવારે રેકી કરવા બાઈક પર ગયા હતા.બાદ સાંજે ધર્મેન્દ્રસિંહ કારમાં બેઠા હતા ત્યારે આનંદ ઘનશ્યામસિંહ પાસે ગયો અને કહ્યું કે ધનુભા તમે જેથી મુતકે કહ્યું હા જેથી આનંદ કહ્યું કે ચાલોને ઓલો તમને બોલાવે છે તમે કછી કાર પાસે લઈ ગયો હતો અને ધર્મેન્દ્રસિંહે કારમાંથી ઉતરી છરીના ઘા ઝીંક્યા હતા.