Loading Please Wait !!!
મંગલા એક્સપ્રેસ ટ્રેનમાં ભોજન કર્યા બાદ 40 વિદ્યાર્થીઓની તબિયત લથડી

વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની આશંકા 

સિટી ન્યૂઝ@સુરત

દિલ્હીથી ત્રિશૂર ખાતે શૈક્ષણિક પ્રવાસે જઈ રહેલા વિદ્યાર્થીઓને રેલવે મુસાફરી દરમિયાન ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હઝરત નિઝામુદ્દીનની એર્નાકુલમ વચ્ચે દોડતી મંગલા એક્સપ્રેસમાં આ ઘટના બની છે. ભોપાલ રેલવે સ્ટેશન પર ભોજન કર્યા બાદ ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓને અચાનક ઊલટી, ઉબકા અને અસ્થસ્થતાની તકલીફ શરૂ થઈ હોવાની માહિતી સામે આવી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ શૈક્ષણિક પ્રવાસ માટે ત્રિશૂર તરફ રવાના થયું હતું. આ પ્રવાસમાં આશરે ૮૦ વિદ્યાર્થીઓ અને ૧૦ શિક્ષકો સામેલ હતા. મંગલા એક્સપ્રેસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ભોપાલ રેલવે સ્ટેશન પર ભોજન કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી ગઈ હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને ઉબકા અને ઊલટી થવા લાગી હતી. ત્યારબાદ અસ્થસ્થ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓની તકલીફ શરૂ થયા બાદ, સાથી મુસાફરો અને શિક્ષકોએ તાત્કાલિક રેલવે પ્રશાસનનો સંપર્ક કર્યો. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બગડવાની માહિતી મળતાં જ ખંડવા રેલવે પ્રશાસને તાત્કાલિક તબીબી વ્યવસ્થા સક્રિય કરી.

રેલવે અધિકારીઓ અને તબીબી ટીમ ખંડવા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. બીમાર વિદ્યાર્થીઓની રેલવે સ્ટેશન પર તબીબી તપાસ કરવામાં આવી. વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને જરૂરી દવાઓ આપવામાં આવી. તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરીને આગળની મુસાફરી માટે જરૂરી સાવચેતી રાખવામાં આવી.

દરમિયાન, રાત્રે મંગલા એક્સપ્રેસ ભુસાવલ રેલવે સ્ટેશન પહોંચતાની સાથે જ, ભુસાવલ વિભાગે પણ વિદ્યાર્થીઓ માટે ખાસ તબીબી વ્યવસ્થા કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને એક