Loading Please Wait !!!
ટેસ્ટમાં બુમરાહ ટોપ બોલર્સ બેટરમાં ઈંગ્લેન્ડનો બ્રુક નંબર-1

 

સીટી ન્યૂઝ@દુબઈ

ઈંગ્લેન્ડનો હેરી બ્રુક ICC ટેસ્ટ બેટર રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. તેમણે પોતાની કારકિર્દીમાં બીજી વખત આ સ્થાન હાંસલ કર્યું છે. બુધવારે જાહેર થયેલી રેન્કિંગમાં તેણે ઈંગ્લેન્ડના જ જો રૂટને પાછળ છોડ્યો. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ બીજા અને જો રૂટ ત્રીજા સ્થાને સરકી ગયા છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને બે સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમા સ્થાને પહોંચી ગયો છે. તેણે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં ૧૨૬ રનની ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બ્રુકે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે આ મેચ ૧૧૫ રનથી જીતી. આ પ્રદર્શનનો ફાયદો બ્રુકને રેન્કિંગમાં મળ્યો. ડિસેમ્બર ૨૦૨૫માં પણ હેરી બ્રુક પહેલીવાર નંબર-૧ ટેસ્ટ બેટર બન્યો હતો.

લોર્ડ્સ ટેસ્ટમાં જો રૂટનું બેટ શાંત રહ્યું હતું. તે બંને ઇનિંગ્સમાં માત્ર ૧ અને ૮ રન જ બનાવી શક્યો હતો. આ પ્રદર્શનના કારણે રૂટ ત્રીજા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ હવે વિશ્વનો બીજા નંબરનો ટેસ્ટ બેટર બની ગયો છે. લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનને પણ ફાયદો થયો છે.