Loading Please Wait !!!
કમળ સિમેન્ટ અને હાઈ-બોન્ડ સિમેન્ટનું સંયુક્ત ડીલર સંમેલનનું ભવ્ય આયોજન

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ખાતે તા. ૧૧-૦૬-૨૦૨૬ના રોજ કમળ સિમેન્ટ અને હાઈ-બોન્ડ સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે "શક્તિ સંગમ" (ડીલર સંમેલન) નું આર.પી.જે. હોટેલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તમામ ડીલરો તેમજ અન્ય આમંત્રિત વેપારીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કમળ સિમેન્ટ અને હાઈ-બોન્ડ સિમેન્ટના મુખ્ય અધિકારીઓએ કંપનીની વિકાસયાત્રા, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને ભાવિ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને કીર્તીભાઈ સાંગાણી (સેલ્સ-હેડ) દ્વારા તેમજ અન્ય સિનિયર ટેકનિકલ અધિકારીઓ દ્વારા ડીલરોને ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બંને કંપનીઓના સંયુક્ત જોડાણથી આગામી દિવસોમાં હાંસલ કરવાના લક્ષ્યો અને બજારમાં વધુ મજબૂત ઉપસ્થિતિ અંગેનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ડીલરો સાથે વિચારોની આપ-લે, વ્યવસાયિક ચર્ચાઓ અને ભવિષ્યની વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.