Loading Please Wait !!!
હિરાસર એરપોર્ટમાં ઢોરોનું રાજ !

  • હાઈ સિક્યુરિટી કે મજાક ? સુરક્ષા પર ગંભીર સવાલ
  • આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં આ દ્રશ્યો શરમજનક સિક્યુરિટી ફેલ

 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. તાજેતરમાં એરપોર્ટમાં રખડતા ઢોર જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે. સવારના સમયે રનવેની નજીકના વિસ્તારોમાં ઢોર મુક્તપણે ફરતા જોવા મળતા એરપોર્ટ તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમય ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલી હાઈ-સિક્યુરિટી ધરાવતા વિસ્તારમાં ઢોરનું પ્રવેશવું એ એરપોર્ટ ઓથોરિટી ની બેદરકારી સાબિત કરે છે. જો રખડતા ઢોર રનવે સુધી પહોંચી જાય, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વિમાનના ટેક-ઓફ કે લેન્ડિંગ દરમિયાન પ્રાણીઓ આવી ચડે તો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

અગાઉ પણ એરપોર્ટ તંત્રની અનેક બેદરકારીઓ સામે આવી ચૂકી છે, છતાં તંત્ર દ્વારા સુરક્ષાના મામલે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. આ પ્રકારના દ્રશ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ગરિમા અને સુરક્ષા માટે બિલકુલ યોગ્ય નથી. જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો પ્રશ્ન સ્થાનિક લોકો અને વારંવાર મુસાફરી કરતા મુસાફરો કરી રહ્યા છે.