Loading Please Wait !!!
સુરેન્દ્રનગરના કોંઢ ગામે ખેતરોમાં અદાણીના વીજ ટ્રાન્સમિશન સામે ખેડૂતોમાં રોષ

 

સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર

કોંઢ ગામના ખેતરોમાંથી અદાણી ગ્રુપની વીજ ટ્રાન્સમિશન લાઈન પસાર થવાની છે. કંપનીનો દાવો: 'દેશનો વિકાસ'. ખેડૂતનો સવાલ: 'અમારા ખેતરનું શું?' ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર ઓછું આપીએ, પરવાનગી વગર, જમીન માપણી કરીને સીધા થાંભલા ગાડવાનું શરૂ કરી દીધું.

ખેડૂત બોલે “મારા ખેતરમાં થાંભલો નહીં” તો કંપની + તંત્ર બોલે “રાષ્ટ્રહિતમાં જરૂરી છે. ખેડૂતો પોતાની જમીન બચાવવા ખેતરે ગયા. વિરોધ કર્યો. પણ જવાબ શું મળ્યો? લાઠી, કેસ, ધમકી અને અટકાયત. અનેક દિવસથી કોંઢના ખેડૂતોને ખેતરે જતા રોકવામાં આવે છે. પોલીસનો પહેરો છે. જે ધરતી પરથી 3 પેઢીથી અનાજ પાકે છે, એ જ ધરતી પર આજે ખેડૂત “અતિક્રમણકારી” બની ગયો છે. આ જુલમમાં નાના-નાના બાળકો પણ પીસાઈ રહ્યા છે. જે ઉંમરે બાળકે શાળાએ જવાનું હોય, એ ઉંમરે એને પોલીસની લાઠી અને ડરનો સામનો કરવો પડી રહ્યો છે. અદાણીની વીજ લાઈન “રાષ્ટ્રહિત” છે તો ખેડૂતની જમીન “રાષ્ટ્રવિરોધી” કેવી રીતે થઈ ગઈ? ખેડૂતને યોગ્ય વળતર + વૈકલ્પિક જમીન આપ્યા વગર થાંભલા કેમ ગાડવામાં આવી રહ્યા છે? નાના બાળકો પર જુલમ કરીને કયા “ગુજરાત મોડલ” નો પ્રચાર કરવા માંગો છો?

  • ખેડૂતોએ કહ્યું અમારા ખેતરમાં થાંભલો નહીં તો કંપનીને તંત્રએ કહ્યું રાષ્ટ્રહિતમાં જરૂરી

કનેક્શન શું છે?

  • સ્ટેપ ૧: અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને પ્રોજેક્ટ મળે

  • સ્ટેપ ૨: ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી લાઈનનો રૂટ પસાર થાય કારણ કે જમીન સસ્તી પડે

  • સ્ટેપ ૩: ખેડૂત વિરોધ કરે તો તંત્રનું દબાણ, ૧૪૪ કલમ, કેસ

  • સ્ટેપ ૪: થાંભલા ઉભા થઈ જાય, વળતરના નામે ખેડૂતને છેતરપિંડી