Loading Please Wait !!!
વિદ્યાર્થી આંદોલનને અન્નાનો ટેકો: મૌન વ્રત શરૂ

 PM સર્વોચ્ચ નેતા છે, તેથી જનતાના સવાલો તેમના સુધી પહોંચાડવા જરૂરીઃ અન્ના હજારે

  • મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં આંદોલન શરૂ કર્યું

સામાજિક કાર્યકર અન્ના હજારેએ વિદ્યાર્થીઓના પ્રદર્શનના સમર્થનમાં મૌન આંદોલન શરૂ કરી દીધું છે. આ પહેલાં તેમણે પ્રદર્શનને લઈને પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમનું કહેવું હતું કે પીએમ સર્વોચ્ચ નેતા છે, તેથી જનતાના સવાલો તેમના સુધી પહોંચાડવા જરૂરી છે. અન્ના હજારેએ દિલ્હીમાં ચાલી રહેલાં વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં વાડિયા પાર્ક સ્થિત ગાંધી સ્મારક પર મૌન પ્રદર્શનમાં ભાગ લીધો. આ દરમિયાન અન્ના હજારે ભાવુક પણ થઈ ગયા. પછી તબિયત ખરાબ થવાને કારણે થોડા સમય પછી તેમને પ્રદર્શન સ્થળ છોડવું પડ્યું. તેમના ગયા પછી પણ મૌન પ્રદર્શન ચાલુ રહ્યું.

  • હવે સરકારે જંતર-મંતર પર આવવું પડશેઃ CJP
  • ફરીથી દિલ્હીમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ઉમટી રહ્યા છે

સકારે ગુરુવારે જણાવ્યું હતું કે કોકરોય જનતા પાર્ટી (CJP) સાથે કોઈપણ સમયે વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે બુધવારે બપોરથી અત્યાર સુધી CJPને ચાર વખત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેપી નડ્ડાના ઘરે કે ઓફિસમાં, ગમે ત્યાં વાતચીત થઈ શકે છે અને બંને મંત્રીઓ તેમાં સામેલ થશે. બીજી તરફ CJP એ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. CJP પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે જો સરકાર વાતચીત કરવા માંગે છે તો જંતર-મંતર આવે અથવા પ્રદર્શન સ્થળ નજીક કોઈ જગ્યાએ વાતચીત કરે. સૌરવે કહ્યું- અમને પોલીસે જણાવ્યું છે સરકારે વાતચીત માટે બોલાવ્યા છે, પરંતુ અમે કોઈના ઘરે કે ઓફિસમાં નહીં જઈએ.

  • CJP પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કાલે સુનાવણી
  • મેટ્રો સ્ટેશન બંધ થવાનો મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો

કોકરોય જનતા પાર્ટીના પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે. એક જનહિત અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે પ્રદર્શનકારીઓએ દિલ્હીને બંઘક બનાવી દીધું છે. ઘણા રસ્તાઓ બંધ છે અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જસ્ટીસ ડિકે ઉપાધ્યાય અને જસ્ટીસ તેજસ કડિયાની બેન્ચે કહ્યું કે, આવતીકાલે સુનાવણી થશે. વકીલ બરુણ કુમાર સિં2 આ અરજી દાખલ કરી હતી. વિદ્યાર્થીઓના પ્રદર્શનો વચ્ચે મેટ્રો સ્ટેશન બંધ કરવાનો મામલો ગુરુવારે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો. સુપ્રિમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને અપીલ કરી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા સુપ્રિમ કોર્ટના વકીલો, કોર્ટ સ્ટાફ અને માન્ય પ્રવેશ પાસ ધરાવતા પક્ષકારોને સ્ટેશનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે. ત્યારબાદ CJIએ કહ્યું કે જરૂર પડ્યે ડબલ કરવામાં આવશે. વાસ્તવમાં, ગુરુવારે સવારે દિલ્હીના ૧૬ મેટ્રો સ્ટેશન આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.