Loading Please Wait !!!
નેતાઓના સંતાનોએ વિદેશમાં અભ્યાસ કર્યો!

 શું ભારતની શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તાવાળી નથી!

ખુદ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

  • ભારતમાં શિક્ષણ સિસ્ટમ ફેલ છે એટલે જ તો નેતાઓના ભૂલકાઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલે છે

  • શું ભારતની શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તાવાળી નથી? શું ભારતમાં એજ્યુકેશન સિસ્ટમ ખરેખર ફેઈલ થઈ ગઈ છે? આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે દેશના નીતિ-નિયમો ઘડનારા નેતાઓને જ દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભરોસો ન હોય તેવું લાગી રહ્યું છે. દેશના સામાન્ય નાગરિકોના બાળકો સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો કે યુનિવર્સિટીમાં ભીણીને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે દેશના દિગ્ગજ નેતાઓના સંતાનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં ગયા હોવાની વિગતો સામે આવી છે. તાજેતરમાં દેશમાં NEET જેવી પરીક્ષાઓના પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ પર સવાલો ઊઠી રહ્યા છે. આ બધા વચ્ચે ખુદ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા પ્રધાને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પુત્રી પારકલા વાંગમયીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને યુએસએની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ, બધાની પસંદ વિદેશ

નેતા હોદ્દો સંતાનનું નામ અભ્યાસનું સ્થળ વિદેશી યુનિવર્સિટીનું નામ
ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી નૈમિષા પ્રધાન (પુત્રી) વિદેશ (દેશનો ઉલ્લેખ નથી) વિદેશની યુનિવર્સિટી (નામ નથી)
એસ. જયશંકર વિદેશ મંત્રી ધ્રુવા અને અર્જુન (પુત્રો) યુ.એસ. (U.S.) જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી
અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી પુત્ર (નામનો ઉલ્લેખ નથી) વિદેશ વિદેશની યુનિવર્સિટી (નામ નથી)
અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન પુત્ર (નામનો ઉલ્લેખ નથી) ભારત (અમદાવાદ, ગુજરાત) બી.ટેકનું શિક્ષણ
નિર્મલા સીતારમણ નાણાપ્રધાન પારકલા વાંગમયી (પુત્રી) લંડન / યુ.એસ. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી
પિયુષ ગોયલ કોમર્સ પ્રધાન ધ્રુવ (પુત્ર) અને રાધિકા (પુત્રી) યુ.કે. હાર્વર્ડ અને ઓક્સફર્ડ યુનિ.
રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી નીરજસિંહ (પુત્ર) યુ.કે. લીડ્સ યુનિવર્સિટી
જ્યોતિરાદિત્ય સિંધિયા એવિએશન મિનિસ્ટર મહા7માન (પુત્ર) અને અનન્યા (પુત્રી) ઉલ્લેખ નથી યેલ યુનિ. અને રોહો ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન
શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય પ્રધાન કાર્તિકેય અને કુણાલ (પુત્રો) યુ.એસ.એ. (USA) યુનિ. ઓફ પેન્સિલવેનિયા અને ન્યૂયોર્ક યુનિ.
જે.પી. નડ્ડા આરોગ્ય મંત્રી હરિશ (પુત્ર) લંડન યુનિવર્સિટી ઓફ લંડન
જગદીપ ધનખડ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કામના ધનખડ (પુત્રી) યુ.એસ. વોટસન યુનિ.
પ્રિયંકા ગાંધી વાડ્રા વિપક્ષી નેતા રેહાન અને મિચયા લંડન / સ્કોટલેન્ડ  

ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ નેતાઓના સંતાનોએ મેળવ્યું વિદેશી શિક્ષણ

માત્ર સત્તાધારી પક્ષ જ નહીં પરંતુ વિપક્ષના નેતાઓ પણ આ બાબતે પાછળ નથી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના બંને સંતાનો રેહાન અને મિચયા લંડન અને સ્કોટલેન્ડમાં અભ્યાસ અર્થે ગયા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણના પુત્રો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ગયા છે. એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાના સંતાનોએ યેલ અને રોહો ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે.