Loading Please Wait !!!
શરમજનક દિલ્હી પોલીસ…!

દિલહીન તંત્ર; કાયદાના રક્ષકોએ જ નિયમો તોડી નાંખ્યા

પોલીસની ચાર મોટી ભૂલ !

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

ડિઅર દિલ્હી પોલીસ, ૨૦ જુલાઈના રોજ દેશના યુવાનો પોતાની માંગણીઓ સાથે સંસદ તરફ જઈ રહ્યા હતા. ૫ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ લાઠી, ટીયર ગેસ અને પથ્થરો સાથે તેમના પર તૂટી પડ્યા. આ દરમિયાન કેમેરામાં તેમની કેટલીક એવી હરકતો પણ રેકોર્ડ થઈ ગઈ, જે ગેરકાનૂની હોવા ઉપરાંત કોઈ પ્રોફેશનલ પોલીસ માટે અત્યંત શરમજનક પણ છે. આ કેટલાક રેકોર્ડ કરાયેલા કિસ્સાઓ છે. છોકરીઓએ મીડિયા કેમેરા પર જણાવ્યું કે પુરૂષ સુરક્ષાકર્મીઓ લાઠીઓ ચલાવતા ગાળો આપી રહ્યા હતા.

અભિજીત દીપકેએ દાવો કર્યો કે દિલ્હી પોલીસના પુરૂષ અધિકારીએ એક છોકરીના કપડાં ફાડ્યા અને તેની છાતી પર પગ મૂકીને માર માર્યો છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એટલે કે BNSSની કલમ ૪૩ મુજબ, ફક્ત મહિલા પોલીસ કર્મચારી જ મહિલાને ધરપકડ કરી શકે છે અથવા સ્પર્શ કરી શકે છે. સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અને એડવોકેટ વિનય શ્રીનિવાસના મતે, મહિલા પ્રદર્શનકારીઓ સાથે ફક્ત મહિલા પોલીસ અથવા સુરક્ષા દળો જ વ્યવહાર કરી શકે છે.

જૉ કોઈ વ્યક્તિ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી તેની સાથે મારપીટ કરે, તો BNSની કલમ ૭૪ હેઠળ આ ગુનો છે. આ માટે ૧થી ૫ વર્ષની સજાની જોગવાઈ છે.

નિયમ-કાયદો શું છે ?

  • પોલીસ યુનિફોર્મ સંબંધિત સ્ટેન્ડિંગ ઓર્ડર-૫૧માં સ્પષ્ટપણે લખેલું છે કે ડાયટી અને વ્યવસ્થા, પ્રદર્શન, ગાર્ડ ડ્યુટી, પરેડ અથવા અન્ય પ્રસંગોએ તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓએ નિર્ધારિત યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે.

  • પોલીસ મેન્યુઅલ મુજબ, સિવિલ ડ્રેસ એટલે કે સાદા કપડામાં તૈનાત પોલીસ ફદત ગુપ્ત માહિતી એકત્રિત કરે છે અથવા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. ભીડને હટાવવો, વિખેરવાનો કે લાઠીચાર્જ કરવાનો આદેશ અને તેનો અમલ ફક્ત વર્દીધારી પોલીસ દળ જ કરી શકે છે.

  • BNSSની કલમ ૧૪૮ મુજબ, ભીડને હટાવવાનો કે લાઠીચાર્જ કરવાનો આદેશ ફક્ત વિસ્તારના એક્ટિવ્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ સ્ટેશનના પ્રભારી અથવા તેનાથી ઉપરના અધિકારી જ આપી શકે છે.

  • ડિપાર્ટમેન્ટલ ઓર્ડર્સનું ઉલ્લંઘન છે. આવા કિસ્સાઓમાં, તોફાની તત્વો સાદા કપડામાં સરળતાથી ભીડમાં ઘૂસીને હંગામો કરી શકે છે.

  • જો સાદા કપડામાં હાજર કર્મચારીઓ મારપીટ કરે અથવા રસ્તો રોકે, તો પીડિત તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, એટલે કે BNSની કલમ ૧૧૫(૧), ૧૧૭, ૧૧૮, ૧૩૧ અને ૩૫૧ હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. કારણ કે સાદા કપડામાં કર્મચારીઓને ઓન-ડ્યુટી પોલીસ ઓફિસર તરીકે ઓળખવા મુશ્કેલ છે.

  • ભારતીય ન્યાય સંહિતા, એટલે કે BNSની કલમ ૩૪થી ૪૪ સુધી દરેક નાગરિકને પોતાનો જીવ બચાવવા માટે બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. જો સાદા કપડામાં કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈના પર હુમલો કરે તો તે આત્મરક્ષામાં વલતો પ્રહાર કરી શકે છે.