આદિત્ય ગઢવીને 'ગરબા' રમાડતા નેતાઓ !
આદિત્ય ગઢવીએ કહ્યું, આંદોલનકારીઓને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવાને બદલે કાયમી ઉકેલ શોધવાની શિખામણ આપી હતી
જ્ઞાન આપવા ગયેલા આદિત્ય ગઢવીને નેતાઓએ લીધા આડેહાથ; NEET મુદ્દે ગોપાલ ઇટાલિયા અને જેની હુમરના આકરા પ્રહારો
સિટી ન્યૂઝ@અમદાવાદ
દિલ્હીમાં ચાલી રહેલા NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં એક નિવેદન આપીને નવો વિવાદ છેડી દીધો છે. આદિત્ય ગઢવીએ આંદોલનકારીઓને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવાને બદલે 'કાયમી ઉકેલ' શોધવાની જે શિખામણ આપી હતી, તે રાજકીય નેતાઓને જરાય પસંદ આવી નથી. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા જેની હુમરે આદિત્ય ગઢવીના આ નિવેદનને સખત શબ્દોમાં ધુક્કારી કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે, આદિત્ય ગઢવીએ પોતાના વીડિયોમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે માત્ર મંત્રીના રાજીનામાથી શું ભવિષ્યમાં પેપર લીક થતા અટકી જશે? તેમણે સિસ્ટમ સુધારવા નિષ્ણાતોની કમિટી બનાવવાની વાત કરી હતી.
પરંતુ, લાઠીચાર્જનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના સંઘર્ષ સમયે કલાકારની આ 'આદર્શવાદી' સલાહ વિપક્ષી નેતાઓને પચાવી શકાય નહીં અને તેમણે કલાકારને જમીનની વાસ્તવિકતાનું ભાન કરાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા જેની હુમરે પણ આદિત્ય ગઢવીને સીધા ટેગ કરીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલાકારના વ્યવસાય પર જ નિશાન સાધતા વેધક સવાલ કર્યો કે, "તમે ગરબામાં નહીં ગાઓ કે પરફોર્મ કરો તો શું નવરાત્રિ નહીં થાય?" જેની હુમરે તેમને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે જો તેઓ ગાવાનું બંધ કરીને ઘરે બેસી જશે,
તો તેમને આપોઆપ સમજાઈ જશે કે બેરોજગાર યુવાનો કેમ વિરોધ કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ જરૂરી છે. આમ, પેપર લીક જેવી અત્યંત સંવેદનશીલ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી બાબતમાં આદિત્ય ગઢવીની શિખામણ તેમને જ ભારે પડી ગઈ છે. ગોપાલ ઇટાલિયા અને જેની હુમર જેવા નેતાઓના આકરા વળતા પ્રહારથી સ્પષ્ટ થાય છે કે, સુરક્ષિત સ્થાને બેસીને આદર્શવાદી વાતો કરતી અલગ છે અને રસ્તા પર ઉતરીને પોતેતાના હક માટે લડાઈઓ ખાવી અલગ છે.
હાડનો પ્રવાસી ગોતી લો: ઇટાલિયાનો કટાક્ષ
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આદિત્ય ગઢવી પર સીધો શાબ્દિક હુમલો કરતા તેમના જ પ્રખ્યાત ગીતોનો સહારો લીધો હતો. ઇટાલિયાએ કટાક્ષમાં કહ્યું છે, "એવો હાડનો પ્રવાસી કોણ છે, તેને ગોતી લો." તેમણે ગઢવીના 'સોલ્યુશન શું?' વાળા સવાલના જડબાતોડ જવાબ આપતા જણાવ્યું કે યુવાનો દિલ્હીમાં દેશની ફૂબતી લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થાને બચાવવા ભેગા થયા છે. રાજીનામાથી કદાચ પેપર લીક ન અટકે, પણ નિષ્ફળતાની જવાબદારી તો નક્કી થાય જ! ઇટાલિયાએ આદિત્ય ગઢવીને આડેહાથ લેતા યુવાનોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
તમે નહીં ગાવો તો શું નવરાત્રિ નહીં થાય : જેની હુમરનો વેધક સવાલ
કોંગ્રેસના નેતા જેની હુમરે પણ આદિત્ય ગઢવીને સીધા ટેગ કરીને આકરા પ્રહારો હતા. તેમણે કલાકારના વ્યવસાય પર જ નિશાન સાધતા વેધક સવાલ કર્યો કે, "તમે ગરબામાં નહીં ગાઓ કે પરફોર્મ કરો તો શું નવરાત્રિ નહીં થાય?" જેની હુમરે તેમને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું કે જો તેઓ ગાવાનું બંધ કરીને ઘરે બેસી જશે, તો તેમને આપોઆપ સમજાઈ જશે કે બેરોજગાર યુવાનો કેમ વિરોધ કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ જરૂરી છે.