ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે?
-
જો રાજીનામું લઈ લેવાય તો વિરોધ પ્રદર્શનની સફળતા પર મ્હોર લાગી જશે
ભાજપનો ગેમ પ્લાન?
-
વડાપ્રધાનની સુરક્ષામાં ભંગમાં યુવા મહિલા, કિસાન મોરચો રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શન કરશે?
-
આ વિરોધ નહીં ષડયંત્ર હતું ભારતને વિરોધીઓ(વિપક્ષ) નેપાળ બનાવવા માંગતા હતા
-
સોશિયલ મીડિયા પર PM ના સમર્થનમાં BJPના સ્ટેન્ડને સપોર્ટ કરતા કેમ્પેન ચલાવવામાં આવશે
-
વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા સરાજક તત્વોન કુંડળી ખુંગાણીને બધાની સામે રાખવામાં આવશે
પ્રધાનને દૂર કરાય તો ઓડિશામાં ભાજપમાં ગાબડાના સંકેત
રાજીનામું લેવાય તો ઓડિશાનું રાજકારણમાં નવાજૂનીના એંધાણ?
તાજેતરમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વિવાદો અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તીવ્ર બની છે. પરંતુ, રાજકીય વિશ્લેષકો અને સીટી ન્યૂઝના સચોટ અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતા પોતાની 'સત્તા' બચાવવી વધુ મહત્વની બની ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવા કે રાજીનામું અપાવવું એ માત્ર એક મંત્રી બદલવાની વાત નથી, પણ તેનાથી ઓડિશામાં ભાજપ સરકારના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થઈ શકે તેમ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપે ઓડિશામાં પોતાની સરકાર બનાવી હતી. જોકે, આ ચૂંટણી બાદ ભાજપે સ્થ સ્થાનિક પ્રતિનિધિઓ અને અન્ય નેતાઓને તોડીને પોતાની સ્થિતિ મજબૂત કરી અને વર્ષોથી શાસન કરતી 'બિજુ જનતા દલ'ને સત્તામાંથી બહાર કરી દીધી હતી. ઓડિશામાં ભાજપના આ વિજય અને સત્તા સ્થાપનમાં ધર્મેન્દ્ર પ્રધાનનો મુખ્ય હાથ માનવામાં આવે છે. જો અત્યારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે, તો ઓડિશા ભાજપમાં મોટું ગાબડું પડી શકે છે અને ભાજપના હાથમાંથી ઓડિશા સત્તા સરકી જવાનો પૂરો ભય છે. સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવાને બદલે કોઈપણ ભોગે પોતાની સત્તા બચાવવા મથામણ કરી રહી છે.
ચૂંટણી ડેટા કોષ્ટક
| પાર્ટી | જીતેલી સીટ | વોટીંગ (%) |
| BJP (ભારતીય જનતા પાર્ટી) | ૭૮ | ૪૦.૦૭% |
| BJD (બિજુ જનતા દળ) | ૫૧ | ૪૦.૨૨% |
| INC (કોંગ્રેસ) | ૧૪ | १३.३१% |
| CPI (કોમ્યુનિસ્ટ પાર્ટી) | ૦૧ | ૦૦.૫૦% |
| IND (અન્ય) | ૦૩ | ૦૩.૭૦% |
| કુલ | ૧૪૭ | ૧૦૦% |
સંદેશ: BJP કરતા BJDનો વોટ શેર વધારે છે અને અનેક રાજકીય પંડિતો અલગ-અલગ ગણિત માંડી રહ્યા છે