Loading Please Wait !!!
સોની વેપારીના પુત્ર સાથે શેરબજારમાં રોકાણના નામે 31.20 લાખનું ફ્રોડ

રોકાણ કરેલ રૂપિયા મેળવવા વધુ કમિશન માંગતા ભાાંડો ફૂટ્યો: સાયબર ક્રાઈમમાં ગુનો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ગંગોત્રીપાર્ક ગાર્ડન રોડ, બીટી સવાણી હોસ્પીટલ સામે આવેલ સિદ્દપન નોવામાં રહેતાં હિરેનભાઈ ચીમનભાઈ વૈદ્ય (ઉ.વ.૪૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ આઈડી ધારક અને લાઈટ ઓફ આઈડીયલ નામના વોટ્સેપ ગ્રુપનો ઉપયોગ કરનાર ગઠિયા સહિતના શખ્સોના નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સોની બજારમાં અસીહું ટ્રુસ્ટ નામથી સોની કામના ટ્રુસ વગેરેનો વેપાર કરે છે. ગત ફેબ્રુઆરી-૨૦૨૬ મા પુત્ર હિતાર્થે આઈપીઓ તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા બાબતે તેની ઈચ્છા જણાવેલ જેથી ફરીયાદી પત્ની સોનલબેનના બેંક એકાઉન્ટમાંથી પુત્રને જરૂરી નાણાકીય વ્યવહારો કરવા જણાવેલ હતું, જે બાદ તેઓના દિકરા દ્વારા કુલ રૂા.

૩૧,૨૦,૨૪૬ સામાવાળાને આપેલ જે બાદ સામાવાળા દ્વારા નાણા પરત નહી કરતા તેમજ કમિશનના નામે વધુ પૈસા માંગતા પુત્રએ તેઓને જણાવ્યું કે, તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર રીલ્સ જોતો હતો ત્યારે તેને બિઝનેસ આઈડીયા સંબંધિત એક રીલ જોવા મળી હતી, તે રીલ સીધે સ્નેહા કેજરીવાલ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરવામાં આવેલ હતી. તેઓના પુત્રએ તે રીલને લાઈક કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ મારફતે તે વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યાર બાદ તેને લાઈટ ઓફ આઈડીયલ ૪૩૪ નામના વોટ્સેપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપના એડમિન તરીકે મોબાઈલ નં. ૯૪૮૮૧૪૪૯૨૩ તથા ૪૪ ૭૯૦૨ ૨૬૭૧૪૧ વાળા હતા, આ વોટ્સેપ ગ્રુપમાં સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, આઈપીઓ તથા રોકાણ અંગેની માહિતી નિયમિત રીતે આપવામાં આવતી હતી. ગ્રુપના

એડમિન દ્વારા વિવિધ શેરમાં રોકાણ તથા આઈપીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. પુત્રએ લગભગ બે-ત્રણ મહિના સુધી આ તમામ માહિતી નિહાળી હતી, ત્યારબાદ તેને રોકાણ કરવાની ઇચ્છા થતાં તેઓ એડમિનનો સંપર્ક વોટ્સેપ માધ્યમથી જ કર્યો હતો.ત્યાર બાદ સામે વાળા તરફથી વોટ્સેપ મારફત એક લિંક મોકલવામાં આવી હતી. તે લિંક બોલતા સ્ટોક લર્ન ઇન્ડિયા નામની એપ ઇન્સ્ટોલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. પુત્રએ પોતાના મોબાઈલમાં તે એપ ઇન્સ્ટોલ કરી હતી અને આધાર કાર્ડ તથા પાન કાર્ડના આધારે તેમાં રજીસ્ટ્રેશન કરી પોતાનું સુઝ્રર આઈડી બનાવ્યું હતું.ત્યાર બાદ તેને આઈપીઓ ભરવા જણાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેણે ઇલેક્સી કેબ આઈપીઓમાં રોકાણ કર્યુ હતું. આ એપ્લિકેશનમાં રહેલા કસ્ટમર સર્વિસ વિકલ્પ મારફત અલગ-અલગ બેંક

ખાતાની વિગતો આપવામાં આવતી હતી, તે ખાતાઓમાં રકમ જમા કર્યા બાદ એપના વોલેટમાં તે રકમ દર્શાવવામાં આવતી હતી. આ ઉપરાંત વોટ્સેપ મારફતે જણાવ્યા મુજબ વિવિધ શેરોની ખરીદી તથા વેચાણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એપમાં સારો નફો દર્શાવતા પુત્રએ પોતાના એકાઉન્ટમાંથી નાણાં વિક્રો કરવા રિક્વેસ્ટ નાખેલ પરંતુ વિક્રો થયેલ નથી ત્યાર બાદ સામેવાળા વ્યક્તિઓએ નાણાં વિક્રો માટે કુલ રકમમાં ૧૦ ટકા કમિશન તથા ટેક્સના નામે વધુ રકમ ભરવાનું જણાવી મારા પુત્રએ અગાઉ જમા કરાવેલી રકમ પરત આપેલ નથી.જેથી સાયબર માફિયાઓએ કુલ રૂા.૧૧.૨૦ લાખ પડાવી લેતાં સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર પર અરજી કરી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી, જે ફરીયાદ પરથી સાયબર ક્રાઈગ પોલીસે ગુનો નોંધી પીઆઈબી. બી.જાડેજા અને ટીમે તપાસ આદરી હતી.