સિયાના પિતાએ કહ્યું, મારી દીકરીને પણ કિલ્લા પરથી ધક્કો મારી દો
કેતનના મોત પાછળ સિયા ગુનેગાર હોય તો તેને કડક સજા આપો
દીકરીની આ હરકતથી પિતાને હાર્ટએટેક આવ્યો
માતાએ કહ્યું સિયા લગ્નને લઈ ખુશ હતી
સિટી ન્યૂઝ@પુણે
પુણેમાં મંગેતર કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. કેતનને જે લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવામાં આવ્યો હતો. ત્યાંના ગાર્ડે જણાવ્યું કે તેણે સિયાના ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. ગાર્ડ ધીરજ યાદવના જણાવ્યા અનુસાર, ચીસો સાંભળીને તે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. મેં સિયા ગોયલને પૂછ્યું કે શું થયું, તો તેણે કહ્યું કે અહીંથી કોઈ પડી ગયું છે. આ પછી મેં તરત જ પોલીસને જાણ કરી. બીજી તરફ સિયા ગોયલની માતા પૂજા ગોયલે કહ્યું, આ મામલામાં જો કોઈ પણ દોષિત હોય તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. જો મારી દીકરી દોષિત છે, તો તેને પણ તે જ જગ્યાએથી નીચે ફેંકી દેવી જોઈએ, જ્યાંથી કેતનને ધક્કો માર્યો હતો.સિયા અને કેતન ૧૮ જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતન ખાઈમાં પડી જવાથી મૃત્યુ પામ્યો. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.પરિવારે સિયા અને કેતનના લગ્નથી ઘણી અપેક્ષા હતી. કેતનનો પરિવાર પણ સિયાને ખૂબ પ્રેમ અને સ્નેહ આપતો હતો. બધા કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા હતા. જો અમને લાગતું કે સિયાને કોઈ મુશ્કેલી થઈ રહી છે અથવા તે કેતન સાથે વાત કરી શકતી નથી, તો તેઓ અમારી સાથે વાત કરતા. સિયાની આ લગ્નમાં સંમતિ હતી. અમને ચેતન વિશે કોઈ જ ખબર નહોતી. સગાઈ પછી તે ફક્ત કેતન સાથે જ વાત કરતી હતી. મને નથી લાગતું કે તે (ગુનો કરવા માટે) સંમત થઈ હશે, પરંતુ જો તપાસમાં તે દોષિત ઠરે છે, તો તેને સખતમાં સખત સજા કરવામાં આવે. સિયાએ મને પોતે જ કહ્યું હતું કે આ છોકરા સાથે મારું સગપણ કરાવી દો.